સુરતના ઉધના બીઆરસીમાં આવેલી ડાઈંગ મિલમાં માસ્ટર તરીકે કામ કરતા યુવકે ફેસબુક પર સ્યુસાઈડ નોટ અપલોડ કરીને આત્મહત્યા કરી લીધી હતી. સુસાઈડ નોટમાં લખ્યું છે કે પત્ની અને સાળાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેને ગૌમાંસ ખવડાવ્યું હતું. જેના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. આ ઘટના બે મહિના પહેલા બની હતી. મૃતકના ભાઈને ઘરના મિત્ર દ્વારા આપઘાતની જાણ થઈ હતી. આથી માતાએ ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે મૃતકની પત્ની સોનમ ઝાકીર અલી અને તેના ભાઈ મુક્તાર અલી (બંને (રહે. પટેલનગર, ઉધના, મુળ યુપી) સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધ્યો છે.
આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ ફેસબુક પર અપલોડ કરી હતી
27 વર્ષીય રોહિત સિંહ ઉધના બીઆરસીમાં એક ડાયલ મિલમાં કામ કરતો હતો ત્યારે તેને તે જ મિલમાં નોકરી કરતી સોનમ અલી સાથે પ્રેમ થઈ ગયો હતો. સોનમ મુસ્લિમ છે અને તેના પહેલા પણ લગ્ન થઈ ચૂક્યા છે, જેના કારણે પરિવારના સભ્યોએ રોહિત સિંહના લગ્નનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે જો તે સોનમ સાથે લગ્ન કરશે તો પરિવારથી અલગ થઈ જાવ. જેથી રોહિત સિંહ પરિવાર છોડીને છેલ્લા એક વર્ષથી સોનમ સાથે રહેતો હતો અને તેનો પરિવાર સાથે કોઈ સંબંધ નહોતો.
આપઘાત કરનાર યુવકને પત્ની ત્રાસ આપતી હતી, મકાન માલિકે કરાવ્યા અંતિમ સંસ્કાર
રોહિત સિંહને તેની પત્ની અને સાળા મુક્તાર અલી દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હતો, જેણે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેને ગૌમાંસ ખવડાવી હતી. જેના કારણે રોહિત સિંહે 27 જૂને બપોરે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રોહિત સિંહના મૃત્યુ અંગે પરિવારને જાણ કરવામાં આવી ન હતી અને મકાનમાલિક દ્વારા અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવામાં આવી હતી. બે મહિના બાદ પરિવારને ભાઈની આત્મહત્યા અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર દ્વારા જાણ થઈ હતી.
પતિના મૃતદેહને સ્વજનોને સોંપ્યા વિના જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મૃતકે પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લખેલી સુસાઈડ નોટના આધારે પરિજનોએ મૃતકની પત્ની અને ભાઈ સામે ગુનો નોંધ્યો છે. જોકે, સ્યુસાઈડ નોટ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવતાં પોલીસ તેની તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે.