પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે મહાવીર જન્મ વાંચનની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ.

પ્રભુના જન્મ સમયે નારકીના જીવોને પણ ક્ષણભર માટે સુખનો અનુભવ થાય છે-મુનિરાજ નયશેખર વિજયજી 

પાલનપુર નગરે શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયના પ્રાંગણે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના દિવસે મહાવીર જન્મ વાંચનની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવેલ.કલ્યાણકારી ચાતુર્માસ અર્થે બિરાજમાન માનવતાના મસીહા પ.પૂ.આ. શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા,પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા ના સાનિધ્યમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના સુંદર રીતે ચાલી રહેલ છે.ત્યારે પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે આજે ભગવાન મહાવીરનો જન્મદિવસ નથી,આજે તો કલ્પસૂત્રમાં કમશ:વર્ણન આવતા ભગવાન મહાવીરસ્વામીનો જનમ વાંચન દિવસ છે.ઘણા લોકો ભૂલમાં બોલી જાય છે કે આજે મહાવીર સ્વામીનો જન્મ દિવસ છે.ચૈત્ર સુદ-૧૩ના દિવસે છે,તે જન્મકલ્યાણક કહેવાય છે.જણાવેલ કે પર્યુષણનો પંચમ દિવસ એટલે પ્રભુ મહાવીરની જન્મ વાંચનનો દિવસ કહેવાય.પ્રભુના જન્મ સમયે નારકીના જીવોને પણ ક્ષણભર માટે સુખનો અનુભવ થાય છે.તીર્થંકરના અતિશય પુણ્યનો આ પ્રભાવ હોય છે.વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ ભક્તિમાં ઝુમી ઉઠ્યા હતા.ચૌદ સ્વપ્નને પધરાવવાનું ફૂલની માળા,સોનાની માળા પહેરાવી તેને ઝૂલાવવાના તથા ગોડિયા પારણમાં ભગવાનને પધરાવવાના તથા જુલાવાના તથા વિવિધ ચડાવવા બોલી સકલ સંઘને દર્શન કરાવવામાં આવેલ.જેમાં અલગ- અલગ પરિવારોએ લાભ લીધેલ.જન્મની વધાઈ થતાં જ શ્રાવકોએ શ્રીફળ વધેરવા દ્વારા આનંદ વ્યક્ત કરેલ.આ પ્રસંગે પાલનપુર જૈન સંઘના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ