બનાસકાંઠામાં આવેલો મુક્તેશ્વર ડેમ ઉપરવાસમાં વરસાદને કારણે ભરાઈ ગયો હતો. જેના પગલે વહેલી સવારે ડેમમાંથી પાણી છો઼ડવામાં આવ્યું હતું. ડેમની જળસપાટી હાલમાં 660. 50 ફૂટ છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 661.64 ફૂટ છે. એટલે કે ડેમની જળસપાટી ભયજનક જળસપાટીથી ઘણો નજીક છે.
- વડગામનો મુક્તેશ્વર ડેમમાં પાણીની સતત આવક
- પાણી છોડવામાં આવતા લોકોને સાવચેત કરાયા
- મુક્તેશ્વર ડેમની જળસપાટી ભયજનક સ્તરે
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ બનાસકાંઠાના વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમની જળસપાટી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ હતી.
હાલ ડેમ 96 ટકા ભરાઈ જતા વહેલી સવારે પાણી છોડવામાં આવ્યું હતું. વડગામ તાલુકા વિકાસ અધિરી દ્વારા નદી કાંઠાના લોકોને સાવચેત કરાયા છે.