પાવીજેતપુર,તા.૨૮
પાવીજેતપુર તાલુકાના કરજવાંટ ગામે કરાલી પોલીસે બાતમી આધારે રેડ કરતા પત્તા પાનાનો જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ કરાલી પોલીસનો સ્ટાફ પ્રોહીબીસન ના કેશો શોધવા માટે નીકળ્યા હોય, ફરતા ફરતા થાંભલા ગામે પહોંચતા પોલીસને અંગત બાદમીદારે બાતમી હકીકત આપી હતી કે કરજવાંટ ગામના વાવ ફળિયા ખાતે જાહેરમાં કેટલાક ઈસમો ભેગા થઈ પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમે છે. જેના આધારે કરાલી પોલીસે એકાએક કરજવાંટ ગામે પહોંચી રેડ કરતા નાસભાગ મચી જવા પામી હતી. તે સમયે જુગાર રમતા ચાર ઈસમો ગજેન્દ્રસિંહ કેસરસિંહ પરમાર, કલ્પેશભાઈ મહેશભાઈ તડવી, અલ્પેશભાઈ મહેશભાઈ તડવી તેમજ ધરમસિંહ બળવંતસિંહ રાજપુત તમામ રહેવાસી કરજવાંટ, તાલુકો પાવીજેતપુર નાઓની ધરપકડ કરવામાં આવી હતી. જુગાર રમતા પત્તા પાના તથા ૪૯૦/- દાવ ઉપરના તેમજ પકડાયેલા જુગારીઓની અંગ જડતી લેતા ૧૦૯૦/- રૂપિયા નીકળ્યા હતા.
આમ, કરાલી પોલીસે બાતમી આધારે કરજવાંટ ગામે રેડ કરતા જાહેરમાં પત્તા પાનાનો જુગાર રમતા ચાર ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.