મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ & બી.ડી.પટેલ આર્ટસ કોલેજ મહુધા પોલીસ સ્ટેશન અન્યવે ગુજરાત પોલીસ વિભાગનાં ડીઝીટલ વિકાસ અર્થે ઈ-એફ.આઈ.આર મોબાઈલ તથા વાહન ચોરી માટે પ્રોકસો એકટ સમજ તેમજ ટ્રાફિક - સાઈબર જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

             આ કાર્યક્રમમાં વી.આર.બાજપાઈ ડી.વાય.એસ.પી નડિયાદ , કે.એસ.દવે પી .આઈ મહુધા ,જી.કે.ભરવાડ પી.એસ.આઈ મહુધા , જયંતિભાઈ સોઢા કારોબારી અધ્યક્ષ ખેડા જિલ્લા પંચાયત નડિયાદ , નિલેશભાઈ પટેલ એ.પી.એમ.સી મહુધા , મહેશભાઈ.પી.પટેલ સેક્રેટરી મ.કે.મડળ , મહેશભાઈ જી.પટેલ કેમ્પસ ડાયરેકટર મ.કે.મડળ તથા કોલેજ નાં આચાર્ય અને સમગ્ર કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો

કાર્યક્રમનાં આરંભે કોલેજ નાં વિદ્યાર્થીઓને તેઓનાં મોબાઈલ માં ઇ.એફ.આઈ.આર એપ્લીકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી.ત્યાર બાદ મહુધા પોલીસ સ્ટેશન નાં પી.આઈ કે.એસ.દવે એ વિદ્યાર્થીઓ ને કાયદા ની સમજ આપી ભવિષ્યમાં ઇ.એફ.આઈ.આર નો ઉપયોગ કેવી રીતે કરી શકો આ એપ્લિકેશનો ફાયદો કેટલો કેવો છે ? તેના વિશે તથા મોબાઈલ,વાહન ચોરી તથા પ્રોકસો એકટ ટ્રાફિક સાયબર જાગૃતિ બાબતે વિગતે શોર્ટ ફિલ્મ નું પણ વિદ્યાર્થીઓને જાગૃતિ અર્થે દર્શાવવામાં આવી હતી.વધુમા ખેડા જિલ્લા ડી.વાય.એસ.પી બાજપાઈએ પ્રસંગોચિત ઉદબોધન કરી વિદ્યાર્થીઓને કાનુની જાગૃતિ સંદર્ભે વાત કરી પોલીસ સાથે મૈત્રી પુર્ણ વ્યવહાર કરવાની વાત પર ભાર મૂક્યો હતો. વિદ્યાર્થીઓને મુજાવતા પ્રશ્નો બાબતે પ્રશ્નોતરીનુ આયોજન પણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રા આર.જે.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આભાર વિધિ પ્રા એ.સી.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું