દેશમાં ભારે ચર્ચા જગાવનાર મોટા કૌભાંડમાં ચેટર્જીની સાથે અર્પિતા પણ EDની કસ્ટડીમાં છે અને તેના બે ફ્લેટમાંથી અત્યાર સુધીમાં કુલ રૂ.53 કરોડથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે,હવે ત્રીજા ફ્લેટની માહિતી મળતા ઇડી ના અધિકારીઓ ત્યાં તપાસ કરશે તેમાંથી કેટલો ખજાનો મળશે તે સામે સૌની નજર છે.
પશ્ચિમ બંગાળની મમતા સરકારના SSC શિક્ષક ભરતી કૌભાંડમાં મોટા ભ્રષ્ટાચારના પુરાવા મળી રહ્યા છે. આ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ શિક્ષણ અને સંસદીય બાબતોના મંત્રી પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના અન્ય ફ્લેટ પર દરોડા પાડીને EDએ 30 કરોડથી વધુ રકમ વસૂલ કરી છે. અહીંથી મળેલી રોકડ રકમ EDની ટીમે 20 બોક્સમાં એક ટ્રકમાં લઈ જવાની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અર્પિતાના ઠેકાણા પરથી અત્યાર સુધીમાં કુલ 53.22 કરોડ રૂપિયાની રોકડ મળી છે.
હવે ત્રીજા ફ્લેટ માં શુ નીકળે છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.
EDને અર્પિતાનો ત્રીજો ફ્લેટ અઠઘાડાના ચિનાર પાર્ક સ્થિત અભિજીત આવાસમાં મળી આવ્યો છે.
EDના અધિકારીઓ અને કેન્દ્રીય દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફ્લેટ નંબર B-404 છે. ફ્લેટની ચાવી હજુ સુધી મળી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ચાવી નહીં મળે તો EDના અધિકારીઓ તાળું તોડીને ફ્લેટમાં પ્રવેશ કરશે.