AAP બાદ હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે તેમની સરકાર બનશે તો ગુજરાતના નાગરિકોને સારુ સ્વાસ્થ્ય આપવાનું વચન આપ્યુ કોંગ્રેસ 10 લાખ સુધીની આરોગ્ય સેવાનું આપ્યુ વચન, ભાજપે કહ્યુ 'રાષ્ટ્રીય પ્રમુખ ન બનાવી શકનાર કોંગ્રેસ ગુજરાતને બનાવવા નીકળી' ગુજરાત વિધાનસભા ચૂંટણીજેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ વિવિધ પક્ષો ગુજરાતના મતદારોને રીઝવવા વચનોની વણઝાર કરી રહી છે.
AAP બાદ હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે તેમની સરકાર બનશે તો ગુજરાતના નાગરિકોને સારુ સ્વાસ્થ્ય આપવાનું વચન આપ્યુ છે. કોંગ્રેસે 'તંદુરસ્ત નાગરિક-તંદુરસ્ત રાજ્ય' સંકલ્પ પત્રની જાહેરાત કરી. રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે અગાઉ ગુજરાત મુલાકાતે ગુજરાતના આરોગ્ય મોડલ કરતા રાજસ્થાન મોડકને શ્રેષ્ઠ ગણાવ્યું હતું. એજ રાજસ્થાનના આરોગ્ય મોડલની તર્જ પર ગુજરાત કોંગ્રેસે તેમની સરકાર બનશે તો આરોગ્ય ક્ષેત્રે શું કામ કરશે એની જાહેરાત કરી.
ચૂંટણી પહેલા કોંગ્રેસના વાયદા, ગુજરાત કોંગ્રેસે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને મહેસાણામાં પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેરાત કરી કે 2022 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તો રાજ્યના નાગરિકો માટે ઉત્તમ આરોગ્ય સુવિધા આપશે. જેમાં 10 લાખ સુધીની સારવાર તમામ સરકારી અને માન્ય ખાનગી દવાખાનાઓમાં સંપૂર્ણ ફ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે અને કિડની લીવર અને હૃદય ટ્રાન્સપ્લાન્ટની સારવાર સંપૂર્ણ ફ્રી રહેશે. દરેક ગામો અને નગરપાલિકા-મહાનગરપાલિકાના વોર્ડમાં નાગરિકોના ઘરની નજીક 'સરકારી જનતા' દવાખાનાની સ્થાપના અને અંતરિયાળ ગામડાઓમાં ફરતા સરકારી દવાખાનાની સુવિધાનો વાયદો કરાયો.
નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક, જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં તમામ ગંભીર રોગોની વિનામૂલ્ય સારવાર, મેડિકલ કોલેજો અને દવાખાનાઓમાં પુરા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, સરકારી દવાખાનાઓમાં પગારથી ડોક્ટરો અને સ્ટાફની નિમણૂક આયુધ પદ્ધતિથી સારવારને પ્રોત્સાહન અને વ્યવસ્થા અને આરોગ્ય માનવ સુચકાંક સુધારવાની ખાતરી ચૂંટણી ઢંઢેરાના ભાગ રૂપે આપીએ છીએ.
કોંગ્રેસે રાજસ્થાન સહિત કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આરોગ્યની સ્થિતિ શું છે એ જોવું જોઈએ. ગુજરાત પર આંગળી ચિંધી ચૂંટણીલક્ષી આક્ષેપો કરી સમય બગાડવો ના જોઈએ. ગુજરાતમાં 9,500 થી વધુ સબ સેન્ટર 1900થી વધુ પીએચસી, 361 સીએચસી સેન્ટર કાર્યરત છે. તો ડીસ્ટ્રીક હોસ્પિટલ તથા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પણ કાર્યરત છે. આ ઉપરાંત 8 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ છે.
યોગ્ય સુવિધાઓ મેળવવા માટે રાજસ્થાનના પરિવારજનો પણ ગુજરાત જ આવવું પડે છે. તો રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર સીધા આક્ષેપો કરતા જણાવ્યું કે ચૂંટણી સમયે શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ આપવાની ભ્રામક જાહેરાતો કરનાર કોંગ્રેસના શાસન સમયના ભૂતિયા દવાખાનાઓ રાજ્યના નાગરિકોએ જોયા છે. કોંગ્રેસે તેમના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં ધ્યાન આપવું જોઈએ. ગુજરાતની જનતાને બનાવવામાં નહીં.