વડોદરામાં ગેરકાયદે સ્પા અને કપલ બોક્સ ધમધમી રહ્યા છે ત્યારે પોલીસે લાલ આંખ કરતા સબંધિત તત્વોમાં ભારે દોડધામ મચી હતી.
ફતેગંજ ચાર રસ્તા પાસે આવેલા ઉડિપી સર્કલ પાસે મંગલકીર્તિ એપાર્ટમેન્ટ 107, 108માં ચાલતા ‘ધ બોક્ષ કાફે’માં પોલીસે રેડ કરતા 11 કેબિન બનાવી ચાલતા કપલ બોક્સનો પર્દાફાશ થતા પોલીસે તપાસ કરતાં કેબીનના દરવાજા આગળ પડદા લગાવેલા હતા અને ત્રણ શખ્સો મળી આવતા તેઓની કપલ બોક્સ બાબતે પૂછપરછ કરતાં કોઇ યોગ્ય જવાબ ન આપતાં પોલીસે કપલ બોક્સના માલિક ચેતન પાછાભાઇ હડિયા (રહે. ધ વેલેન્સિયા ટાવર, ગોત્રી કેનાલ પાસે, મૂળ રાતોલ ગામ, જિ.ભાવનગર) અને સ્ટાફના કૃષ્ણા પ્રવીણભાઇ ચૌહાણ (રહે.કૃષ્ણનગર, ઘાઘરેટિયા સોમા તળાવ), મેનેજર સાગર નિલેશભાઇ સોલંકી (રહે. અક્ષરગ્રીન સોસાયટી, અટલાદરા, મૂળ રહે.બેડી ગેટ કડિયાવાડ)ની અટક કરી હતી.હાલમાં આવા કપલ બોક્સ ઉપર પ્રતિબંધ જાહેર કર્યો હોવાછતાં કપલ બોક્સ ચાલુ હોવાની ફરિયાદો મળતા પોલીસે
રાત્રે વધુ 3 કાફે પર રેડ કરી હતી
રાત્રે પોલીસે ફતેગંજ વિસ્તારમાં ચાલતા કાફે હેવન,હાઇદ વે અને ડેલ હાઉસી કાફેમાં રેડ પાડી રાહુલસિંહ પ્રતાસિંહ ઠાકુર, પિયુષ દિનેશભાઇ પટેલ અને યાસીન અબ્દુલ કાદીર પઠાણની ધરપકડ કરતા કપલબોક્સ ચલાવી રહેલા દલાલોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.