અમરેલી ડીવીઝનનાં અમરેલી શહેર , અમરેલી રૂરલ,લીલીયા,લાઠી,દામગનર, બાબરા,વડીયા,બગસરા પો.સ્ટે.નાઓ દ્વારા અમરેલી ડીવીઝન વિસ્તારમાં પ્રોહીબિશન પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા કરેલ કાર્યવાહી હાલમાં બગસરા વિસ્તારમાં ઠેર ઠેર પાણીની જેમ વેચાતો દેશી દારૂ,નશાખોરો છાકટાં તેમજ જીલ્લામાં પણ ઠેર ઠેર દેશી અને ઇગ્લીંશ દારૂનાં હાંટડા એવા શિષૅક હેઠળ પ્રકાશન થતા ન્યુઝ પેપરોમાં ન્યુઝ પ્રકાશીત કરવામાં આવેલ હોય જે અનસંધાને જણાવવાનું કે અમરેલી ડીવીઝન વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનનાં ગ્રામજનો તરફથી બગસરા પોલીસ સ્ટેશનમાં કે અત્રેનાં ડીવીઝનમાં કોઇપણ અરજદારશ્રી દ્વારા રૂબરૂમાં અથવા ટેલીફોન દ્વારા અથવા અરજી દ્વારા ગે.કા દારૂનાં વેચાણ બાબતે આજદીન સુધીમાં જે કોઇ પણ અરજીઓ કે રજુઆત કરવામાં આવેલ હોય જે અનુસંધાને તમામ કાર્યવાહી કરવામાં આવેલ છે. અમરેલી ડીવીઝનમાં ચાલુ વર્ષમાં સને ૨૦૨૨ પ્રોહીબીશનનાં કબ્જાનાં કુલ-૬૨૧ તથા પીવાના કુલ-૧૫૬૮ કેસો મળી પ્રોહીબીશનનાં કુલ–૨૧૮૯ કેસો કરવામાં આવેલ છે તેમજ સતત પ્રોહી.બુટલેગર્સનાં રહેણાંક મકાન પર તેમજ અન્ય જગ્યાઓએ સફળ અથવા નીલ રેઇડો કરવામાં આવેલ છે.તેમજ આ બાબતે પો.સ્ટે.ના થાણા અધિકારી,સર્વલન્સ સ્કોડ,બીટ/ઓ.પી.નાં કર્મચારીઓ,દ્વારા સઘન પેટ્રોલીંગ ફરવામાં આવે છે,અને ગેરકાયદેસર પવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ અમરેલી ડીવીઝન વિસ્તારમાં પ્રોહીબિશન એકટ કલમ ૯૩ મુજબ તેમજ હદપારી,પાસા એકટ તળે અટકાયતી પગલાની કામગીરી કરવામાં આવેલ છે.જેથી ઉપરોકત તમામ સમાચાર પત્રોમાં મુકવામાં આવેલ ચિત્ર પ્રતિકાત્મક રીતે મુકવામાં આવેલ હોય તેવું જણાય આવેલ છે સમાચાર પત્રમાં જણાય આવેલ તમામ જગ્યાઓ ઉપર તેમજ ગે.કા પ્રવૃતિઓ સાથે સંકળાયેલ પ્રોહીબુટલેગર્સ ઉપર જુદા જુદા પોલીસ સ્ટેશનનાં પોલીસ સ્ટાફ દ્વારા રેઇડો કરવામાં આવી રહી છે અને અમરેલી ડીવીઝનની હદમાં પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સઘન પ્રયત્નો કરવામાં આવી રહયા છે તેમ છતાં સમગ્ર અમરેલી ડીવીજનની જનતાને આહવાન કરવામાં આવેલ છે કે આપની આસપાસમાં કોઇ ગે.કા પ્રવૃતિ થતી જણાય આવે તો અમરેલી ડીવીઝનનાં ટેલીફોન નં ૦૨૭૯૨ ( ૨૨૨૧૩૨ ) ઉપર જાણ કરી દારૂનીબદીને સદંતર નેસ્ત નાબુદ કરવા સહકાર આપી સહભાગી બનવા સુજ્ઞ નાગરીકોને આહવાન કરવામાં આવે છે.

રિપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી