ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે રાષ્ટ્રીય નેતાઑના ગુજરાત પ્રવાસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે  આજે અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે છે. અમિત શાહ ગાંધીનગર અને વડસરના કાર્યક્રમમાં હાજરી આપશે. આજે ગુજરાતમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે.જ્યાં મુખ્ય અતિથિ અમિત શાહ દ્વારા NFSUના વિવિધ વિષયોના ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.

  • NFSUનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાશે
  • NFSUના ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરાશે

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના 2019થી 2022ની બેચના કુલ 65 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. જ્યારે યુનિવર્સિટીના 1098 વિદ્યાર્થીઓને માસ્ટર્સ ડિગ્રી, 10 વિદ્યાર્થીઓને પીએચ.ડી. ડિગ્રી અને એક વિદ્યાર્થીને ડી.એસસી. એનાયત કરાશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પદવીદાન સમારોહ બાદ બપોરે કલોલના પાનસર ગામે જવા રવાના થશે.જ્યાં પોતાના સંસદીય ક્ષેત્રના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.

શેર કરવાનું ચૂકશો નહિ