ગલોલી વાસણા પ્રા. શાળા, તા. ચાણસ્મા ખાતે દાતાશ્રી દિનેશભાઈ દેસાઈ નાયબ શાસનાધિકારીશ્રી અમદાવાદ તરફથી શાળાનાં બાળકોને ગણવેશ અર્પણ કરવામાં આવ્યો
તા.27/08/2022 ને શનિવારના રોજ શ્રી દિનેશભાઈ અમરતભાઈ દેસાઈ નાયબ શાસનાધિકારીશ્રી અમદાવાદ દ્વારા તેમના પિતાશ્રી અમરતભાઈ લીલાભાઈ દેસાઈની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શાળાનાં તમામ બાળકોને ગણવેશ (બૂટ - મોજા, હાથ રૂમાલ) સહિત અર્પણ કરવામાં આવ્યો.
હાજર મહાનુભાવોમાં શ્રી રસિકભાઈ પટેલ માજી ઉ. શિક્ષક શ્રી દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવ્યું.
કાર્યક્રમના અંતમાં આચાર્યશ્રી પ્રવિણસિંહજી મોતીલાલ પરમાર દ્વારા દાતાશ્રી, SMC સભ્યો, હાજર તમામ મહાનુભાવો, ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.