ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામે દિન પ્રતિદિન વધી રહ્યું છે ગંદકીનું સામ્રાજય જે એ તલગાજરડા છે કે જ્યાં કથાકાર મોરારીબાપુ ની જન્મભૂમિ છે આ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો એ કથાકાર મોરારીબાપુ ના ગામનાં દ્રશ્ય છે જેને આપણે ચિત્રકુટ ધામ તરીકે ઓળખીએ છીએ એ જ તલગાજરડા ગામમાં તંત્રની પોલ સામે આવી રહી છે જયારે સરકાર દ્વારા નારા અને સુત્રોચ્ચાર કરવામાં આવે છે કે સ્વસ્છ ભારત ઉજ્જવલ ભારત અને ગતિશીલ ગુજરાત જેવા નારા લગાવવામાં આવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં મહુવાને મીની કાશ્મીર તરીકે ઓળખાય છે એ જ મહુવા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું ત્યારે તેરી ભી ચુપ ઔર મેરી ભી ચુપ તલગાજરડા ગામે ખરાબ રોડ રસ્તા ને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે આ રસ્તેથી મોરારીબાપુના નિવાસસ્થાને જવાઈ છે પણ રોડ રસ્તા ખરાબ હોવાથી મોરારીબાપુ પણ ફરી ફરી ને તેમના નિવાસસ્થાને જાય છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે તેમ છતાં તલગાજરડા ગ્રામ પંચાયત પણ હાલ ઘોર નિદ્રામાં પોઢી રહી છે

રીપોર્ટર:-રમેશ.જીંજુવાડીયા-મહુવા