કાલોલ:વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો હોય તો જાતે જાય એસ.ટી.બસો તો વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલવી જ પડે.!!

◆ ગોધરા ડીવીઝન માંથી ૧૨૩ બસો રવાના કરાતા મુસાફરો પણ પરેશાન.....

◆ કાલોલ પંથકના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો હોય તો જાતે જાય એસ.ટી.બસો તો વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલવી જ પડે..!!

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના બે દિવસના આગમનના અમદાવાદ અને કચ્છ ભુજના કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોધરા ડીવીઝન કચેરી દ્વારા ત્રણ દિવસો માટે ૧૨૩ એસ.ટી. બસો રવાના કરતા કાલોલ પંથકના વેજલપુર, ચલાલી અને કરોલી વિ. ગામોના વિદ્યાર્થીઓ સીમલીયા ખાતે અભ્યાસ કરવાના બદલે રસ્તે રઝળતા થઈ જતા ભારે મૂંઝવણો ઉભી થવા પામી હતી. ગુજરાત સરકાર દ્વારા "સૌ ભણે સૌ આગળ વધે" ના આપવામાં આવેલા સ્લોગનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નિયમિત એસ.ટી. સુવિધાઓ કોઈપણ પ્રકારની જાણકારી વગર છીનવી લઈને વડાપ્રધાનના કાર્યક્રમોમાં એસ.ટી.બસો મોકલી આપવાના પગલે વિદ્યાર્થીઓ સમેત ગોધરા ડીવીઝન હસ્તકના એસ.ટી.ડેપો.ઉપર મુસાફરો પણ હેરાન પરેશાન થઈ જવા પામ્યા હતા. કાલોલ તાલુકાના વેજલપુર, ચલાલી, કરોલી વિ.ગામના વિદ્યાર્થીઓ સીમલીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા જતા હોય છે પરંતુ વડાપ્રધાન ના કાર્યક્રમમાં બસો ફાળવવામાં આવી હોવાના કારણે કારણે ૩૦ કરતા વધારે વિદ્યાર્થીઓ અટવાયા હતા ગોધરા બસ ડેપો સંચાલક જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને કારણે હાલ બસો ઉપલબ્ધ નથી તેમજ અગામી ત્રણ દિવસ આ બસો આવે નહિ તેવું જણાવ્યું હતું. "સૌ ભણે સૌ આગળ વધે" આ સ્લોગન ક્યારે સફળ થશે શું આવી રીતે ભણશે ગુજરાત વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતામાં મુકાયા હતા અવાર નવાર બસો ના આવવાના કારણે વારંવાર વિદ્યાર્થીઓ અટવાયા કરે છે હાલ સીમલીયા હાઈસ્કૂલમાં એકમ કસોટીના પેપર ચાલતા હોવાના વિદ્યાર્થીઓના વાલીઓ એ પોતાના બાળકોને સ્કૂલે મુકવા અને લેવા જવાની ફરજ પડી હતી અને વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે આવી રીતે કોઈ પણ સમયે જાણ કર્યા વગર બસ બંધ ના થવી જોઈએ બાળકોએ કલાકો સુધી બસની રાહ જોઈ હતી આવી રીતે વિદ્યાર્થીઓ સ્કૂલે જવામાં જે બસનો ઉપયોગ કરી રહ્યા છે તે રૂટ ની બસ બંધ ના થવી જોઈએ જેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં તકલીફ ના પડે તેવું વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ એ જણાવ્યું હતું.!!