વઢવાણ :રસ્તાઓ પર આખલાનો મોટો ત્રાસ છે ત્યારે નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા આખલા પકડવા માટેની ઝુંબેશ હાથી ધરી છે. જેમાં જોરાવરનગર અને રતનપરમાંથી કુલ 12 આખલાને પકડીને પાંજરે પુરવામાં આવ્યા છે.વઢવાણ -દુધરેજ -સુરેન્દ્રનગર સંયુકત પાલિકા દ્વારા થોડા સમય પહેલા રાજસ્થાનની કંપનીને શહેરમાં ફરતા આખલાને પકડવા માટે કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો. તે સમયે શહેરના જાહેર રસ્તાઓ ઉપર અને અંતરિયાળ શેરીઓમાં ફરતા આખલાઓને પાંજરે પૂરીને વીડમાં લઇ જવામાં આવ્યા હતા.ત્યાર બાદ વર્તમાન સમયે ફરીથી શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર આખલાનો ત્રાસ વધી ગયો છે. રાતના સમયે તો રસ્તા ઉપરથી વાહન લઇને પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે. ત્યારે સંયુકત પાલિકા દ્વારા આવા આખલા પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં જોરાવરનગર રામજી મંદિર પાસેથી 7 અને રતનપર ફાટક પાસેથી 5 એક કુલ 12 આખલાને પાંજરે પૂરવામાં આવ્યા છે. આ આખલાને વીડમાં છોડવામાં આવશે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं