ફતેપુરા તાલુકાના સુખસર ગામ થી જતો રસ્તો છેલ્લા કેટલાક સમયથી બીસમાર હાલતમાં પહોંચી ગયો હતો. જેના પગલે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો. આ બાબતે વિવિધ માધ્યમોમાં અહેવાલો પ્રસિદ્ધ થતા તંત્ર જાગ્યું હતું. અને લાગતા વળગતા વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાના પેજ વર્કની કામગીરી કરવામાં આવી.
માધ્યમોમાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર સફાળું જાગ્યું. સુખસર થી બલૈયા ક્રોસિંગ રસ્તાનું પેચ વર્ક કરાયું.

