,કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની લીલીયા રોડ સ્થિત દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર ખાતે જિલ્લા પુરવઠા તંત્રની સમીક્ષા બેઠકમાં  પ્રેરક ઉપસ્થિતિ

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

છેવાડાના માનવીના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવું એ રાજ્ય સરકારનું લક્ષ્ય, ગરીબનું અન્ન ગરીબને મળવું જ જોઈએ

~ આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ

અમરેલી તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૨ (શનિવાર) આદિજાતિ વિકાસ,અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે આજે અમરેલી જિલ્લાની મુલાકાત લીધી હતી. કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને લીલીયા રોડ સ્થિત દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર ખાતે જિલ્લા પુરવઠા તંત્રની સમીક્ષા બેઠક યોજવામાં  આવી હતી. આ સમીક્ષા બેઠકમાં કેબિનેટ મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ  હતી. કેબિનેટ મંત્રીશ્રીનું સ્વાગત જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ પુષ્પગુચ્છ આપીને કર્યુ હતુ. અમરેલી જિલ્લાના કુલ ૧૧ તાલુકામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય વાજબી ભાવની દુકાનોની સંખ્યા ૫૬૦ છે, ઉપરાંત સમગ્ર જિલ્લામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના તાલુકા વાઈઝ એક-એક એમ કુલ ૧૧ ગોડાઉન છે. સમગ્ર અમરેલી જિલ્લામાં ૪,૨૧,૭૯૦ રેશનકાર્ડ ધારકો છે જેમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ (NFSA) હેઠળ ૧,૮૫,૪૨૦ રેશનકાર્ડ ધારક સામેલ છે. આ કાયદા હેઠળ જિલ્લાના કુલ ૮,૪૬,૮૨૬ લોકોને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા સમગ્ર રાજયમાં લાભાર્થીઓને નિયમિત રીતે આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં અંત્યોદય કુટુંબો ઉપરાંત બી.પી.એલ કાર્ડ ધારકોને પણ આવશ્યક ચીજવસ્તુઓના વિતરણનો લાભ નિયમિત રીતે મળી રહ્યો છે. કોરોના વૈશ્વિક મહામારીના સમયમાં પણ ભારત સરકાર અને રાજ્ય સરકારે નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફો ન પડે તે રીતે આવશ્યક ચીજવસ્તુઓના વિતરણની સમગ્ર વ્યવસ્થા સતત અને નિરંતર બનાવી રાખી હતી અને સંચાલન કર્યુ હતુ. 

         કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જિલ્લા પુરવઠા તંત્રની સમીક્ષા બેઠકમાં જિલ્લાની આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરતી વાજબી ભાવની દુકાનોના સંચાલકોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા અને તે પ્રશ્નોનું સમાધાન લાવવા વિશ્વાસ અપાવ્યો હતો. આ ઉપરાંત સમસ્યાઓનો ઉકેલ લાવવા શકય તમામ પ્રયાસો કરવા પણ તેમણે ખાતરી આપી હતી. કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે સમીક્ષા બેઠકમાં જણાવ્યુ કે, ગરીબોને તેમનું અન્ન મળવું જ જોઈએ. કોરોનાકાળમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારે ગરીબોની ચિંતા કરી હતી. રાજય સરકારે  લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા અનેકવિધ પ્રયત્નો કર્યા છે. રાજ્યમાં નાગરિક પુરવઠાલક્ષી ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા ડબલ ફોર્ટિફાઇડ સોલ્ટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. છેવાડાના માનવીના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે શકય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આજે પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાએ મહિલાઓને સશક્ત બનાવી દીધી છે, સમગ્ર દેશમાં મહિલાઓ હવે ગેસ કનેક્શન પ્રાપ્ત કરી સંતોષ વ્યક્ત કરી રહી છે અને સશક્ત બની છે. 

કેબિનેટ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આગામી સપ્ટેમ્બર, ૨૦૨૨થી રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને ચણાનું વિતરણ કરવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

            અમરેલી જિલ્લા પુરવઠા તંત્રની સમીક્ષા બેઠકમાં અમરેલીના સાંસદશ્રી નારાયણભાઈ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી શ્વેતાબેન પંડ્યા સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી