ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે આગમન થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાનની સાથે ગૃહમંત્રી અમિત શાહનો પણ પ્રવાસ ગુજરાતમાં છે. ત્ચારે આવતી કાલથી તેમના પ્રવાસો શરુ થઈ રહ્યા છે પરંતુ એ પહેલા જ અમિત શાહ આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. બની શકે છે બન્નેની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી બેઠક નેતાઓ સાથે મળી શકે છે.આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યા છે. દર મહિને કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પીએમ મોદીનો એક કે એકથી વધુ પ્રવાસ યોજાય છે.

આવતી કાલથી વડાપ્રધાનના કચ્છ ખાતેના મહત્વના કાર્યક્રમો એક પછી એક થઈ રહ્યા છે ત્યારે અમિત શાહ પણ તેમના મત વિસ્તારની અંદરના કાર્યક્રમની અંદર હાજરી આપશે. તેમનો આ એક જ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવશે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ પદવીદાનની અંદર અમિત શાહ હાજરી આપશે અને વિદ્યાર્થીઓને સંબોધન પણ કરશે.પદવીદા સમારોહમાં હાજરી આપ્યા બાદ બપોરના સમયે આ ઉપરાંત કલોલના પાનસરની પણ મુલાકાત કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા લેવામાં આવશે.

અમિત શાહના તેમના સંસદીય ક્ષેત્રમાં વિકાસ કામોની સમીક્ષા કરશે અને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત તેમનો સપ્ટેમ્બર મહિનાની અંદર પણ ગુજરાતમાં પ્રવાસ અમરેલીમાં યોજવામાં આવે તેવી શક્યતાઓ છે.વડાપ્રધાન બે દિવસ દરમિયાન અમદાવાદ અને કચ્છમાં કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં આજે અમદાવાદમાં અટલ બ્રીજનું ઉદઘાટન, ચરખા કાર્યક્રમમાં હાજરી આપશે આ સાથે જ તેઓ કચ્છના વિવિધ કાર્યક્રમોમાં લોકાર્પણ કરશે. આ ઉપરાંત જનસભાને પણ પીએમ આવતી કાલે સંબોધિત કરશે.