વિજય રુપાણી સરકારને બદલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવા મંત્રી મંડળ સાથેની સરકાર અસ્તિત્વમાં આવી છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને શું ભાજપમાં જૂથવાદ છે આ મામલે સવાલ કરાતા તેમએ કહ્યું કે, ભાજપમાં કોઈ જૂથવાદ નથી તેમ કહ્યું હતું.શ્રાવણી અમાસ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પરીવાર સાથે શંકરભગવાનના દર્શન કર્યા હતા. પ્રદેશ કક્ષાએ કોઈ જૂથવાદ નથી તે સ્પષ્ટતા કરી હતી. ફક્ત હવામાં વાતો થઈ રહી છે.

આ ઉપરાંત ભાજપ સરકારના બે મંત્રીઓ કે જેમના મોટા ખાતા લઈ લેવામાં આવ્યા છે ત્યારે આ મામલે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, બે પ્રધાનો પાસે ખાતા લેવાયા તે વ્યવસ્થાનો ભાગરુપે છે તેમ તેમણે કહ્યું હતું.બીજેપી દ્વારા અત્યારે તમામ મોર્ચે ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે, ચૂંટણી પહેલા બીજેપી દ્વારા આગામી સમયમાં જ જલદી 182 ધારાસભ્યોની યાદી તૈયાર કરવામાં આવશે. જો કે, એ પહેલા અત્યારે જે તે વિસ્તારમાં ધારાસભ્યોની કામગિરીનું નિરીક્ષણ પણ બારીકાઈથી ચાલી રહ્યું છે.

ત્યારે વિજય રુપાણી અને નિતીન પટેલને કોર કમિટીમાં સમાવવામાં આવ્યા છે. ત્યારે ચૂંટણી લડવાની વાતને લઈને ફરી પૂર્વ મુખ્યમંત્રી રુપાણીએ નિવેદન આપતા કહ્યું કે, જો ચૂંટણી લડવા મામલે કહ્યું હતું કે, પાર્ટી ટિકિટ આપશે તો વિધાનસભાની ચૂંટણી લડીશું. એક સપ્તાહ પહેલા પણ તેમણે આજ પ્રકારે નિવેદન આપ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રુપાણી સાથે રાજકોટના અગ્રણી નીતિન ભારદ્વાજ અને પરિવારજનો સાથે પૂર્વ સીએમએ પૂજા અર્ચના કરી હતી.