દેશના આગામી ચીફ જસ્ટિસ યુયુ લલિતે શનિવારે સવારે શપથગ્રહણ કર્યા છે. તેઓ દેશના 49માં સીજેઆઈ બન્યા છે. શપથગ્રહણ સમારંભમાં તેમના પરિવારની ત્રણ પેઢી હાજર રહી હતી. મુખ્ય ન્યાયાધીશ બન્યા બાદ ઉદય ઉમેશ લલિતની સામે કેટલાય પડકારો હશે, પણ તેમના પરિવારની 102 વર્ષની વિરાસત મદદ કરી શકે છે. યુયુ લલિતનો પરિવાર 102 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ છે.
- દેશને મળ્યા નવા ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયા
- યુયુ લલિતને રાષ્ટ્રપતિ મુર્મૂએ લેવડાવ્યા શપથ
- પીએમ મોદી સહિતના નેતાઓ ઉપસ્થિત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જસ્ટિસ લલિતને સીજેઆઈના પદના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અન્ય ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા હતા.