મફતની વસ્તુઓ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરતા શુક્રવારે કહ્યું કહ્યું હતું કે, કરદાતાઓના પૈસાના ઉપયોગ કરીને મફતની ભેટ સરકારને દેવાળીયા તરફ લઈ જઈ શકે છે. તેની સાથે જ કોર્ટે ચૂંટણી પહેલા રાજકીય પાર્ટી દ્વારા મફતની ભેટ આપવાના વચનવાળી અરજીને ત્રણ જજની બેન્ચ સમક્ષ સૂચીબદ્ધ કરવાને લઈને શુક્રવારે નિર્દેશ આપ્યો છે.
- મફતની જાહેરાતો પર સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
- તમામ વાયદાને મફત ભેટ સાથે જોડી શકાય નહીં : સુપ્રીમ
કોર્ટે તેમની સામે રાખેલા પાસાઓની વ્યાપક સુનાવણીની જરૂરિયાત બતાવતા કહ્યું કે, જો કે, તમામ વાયદાને મફત ભેટ સાથે જોડી શકાય નહીં. કારણ કે કલ્યાણકારી યોજનાઓ અથવા જનતાની ભલાઈ માટેના ઉપાયો સંબંધિત હોય છે. પણ ચૂંટણી વચનોની આડમાં નાણાકીય જવાબદારીમાંથી છટકી શકાય નહીં.કોર્ટે કહ્યું કે, આ યોજનાઓ ન ફક્ત રાજ્યની નીતિ નિર્દેશક સિદ્ધાંતોનો ભાગ છે, પણ કલ્યાણકારી રાજ્યની જવાબદારી પણ છે.