મુનવ્વર ફારૂકીના શોને દિલ્હી પોલીસે મંજૂરી આપી નથી.
મુનવ્વર ફારૂકીનો આ કાર્યક્રમ 28 ઓગસ્ટે યોજાવાનો હતો.

આ શોનું આયોજન શહેરની સાંપ્રદાયિક સૌહાર્દને અસર કરી શકે છે. આ શો તા. 28 ઓગસ્ટે દિલ્હીમાં થવાનો હતો, જેની સામે વીએચપી અને ભાજપ દ્વારા શો યોજવા સામે વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ફારૂકી પોતાના શોમાં હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાને કારણે વિવાદોમાં રહ્યો છે. તેમના વિશેનો વિવાદ ગયા વર્ષે મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરથી શરૂ થયો હતો. અહીં તેણે પોતાના ‘સ્ટેન્ડઅપ કોમેડી શો’માં હિન્દુ દેવતાઓ વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ પછી ભાજપના નેતાઓએ કાર્યક્રમમાં હંગામો મચાવ્યો હતો અને તેમની ધરપકડની માંગ કરી હતી. પોલીસે ફારૂકીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો હતો. બાદમાં, સુપ્રીમ કોર્ટના આદેશ પર, ફારૂકીને એક મહિના પછી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે હવે તે દિલ્હીમાં શો કરવાનો હતો જેનો વિરોધ થતા પોલીસે શોની પરવાનગી આપી નથી.