યુપીમાં અમિત શાહ ઇચ્છતા હતા કે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય ફરી પ્રમુખ બને પણ યોગીજીએ અમિત શાહની ઈચ્છા મુજબ નહિ પણ પોતાની ઈચ્છા મુજબ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ભૂપેન્દ્ર સિંહ ચૌધરીની પસંદગી કરતા આ વાત ભાજપમાં ચર્ચાનો વિષય બની હતી. યોગી આદિત્યનાથે ફરી પોતે ઈચ્છે તેજ કરશે તેવો આડકતરો મેસેજ આપી દીધો છે.
યોગીએ મૌર્યને મંત્રીમંડળમાંથી જવા જ ના દેતાં શાહ નું ચાલ્યુ ન હતું.
અમિત શાહે કેશવ પ્રસાદ મૌર્ય ઉપરાંત ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા, શ્રીકાંત શર્મા, બસ્તીના સાંસદ હરિશ દ્વિવેદી, કન્નોજના સાંસદ સુબ્રત પાઠક અને કેન્દ્રીય મંત્રી બી.એલ. વર્માનાં નામ પણ સૂચવ્યા હતા પણ યોગીજી નું કહેવું હતું કે આ નામો પૈકીના મોટા ભાગના બ્રાહ્મણ નેતાઓ હોય જાટ નેતા ચૌધરીને ઉપર યોગીજી એ પસંદગી ઉતારી હતી.
યુપીમાં ખેડૂત આંદોલનના કારણે ભાજપને નુકશાન થતા આગામી લોકસભાની ચૂંટણીમાં તેની અસર ન પડે એટલા માટે ચૌધરી જરૂરી હોવાની વાત યોગીજી એ મૂકતા રાજકીય ગણિતના આધારે મોદીજીએ યોગીજીની વાત ઉપર મંજૂરી ની મહોર મારતા હવે વિધાન પરિષદના સભ્ય ચૌધરીના માથે લોકસભા ચૂંટણીમાં ભાજપને સફળતા અપાવવાની જવાબદારી નક્કી થઈ ચૂકી છે ,આમ અહીં સ્થાનિક રાજકીય પ્રવાહોને ધ્યાને લઇ અમિત શાહે સૂચવેલા નામો યોગીજી એ રિજેક્ટ કરી પોતાની પસંદ મુજબ ચૌધરીને નકકી કર્યા હતા.