રૂ.100 કરોડનું ભરતી કૌભાંડ ખુલ્યા બાદ ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટર્જીને હવે મંત્રી રાખવા કે નહીં ? તે  આજે મમતા બેનર્જી નક્કી કરશે આ માટે તેઓએ એક બેઠક બોલાવી છે.

સીએમ મમતા બેનર્જીએ આજે ​​બપોરે 3 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે. તે પાર્થ ચેટરજીને બરતરફ કરવા અથવા તેમના રાજીનામાનો નિર્દેશ આપી શકે છે.
TMCના જનરલ સેક્રેટરી કુણાલ ઘોષે આજે ટ્વિટ કર્યું કે, “પાર્થ ચેટરજીને તરત જ મંત્રાલય અને પાર્ટીના તમામ પદો પરથી હટાવી દેવા જોઈએ.

100 કરોડથી વધુના બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ કરાયેલા રાજ્યના ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટર્જી મંત્રી રાખવા કે નહીં તેનો નિર્ણય આજે સાંજ સુધીમાં આવી શકે છે. તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીએ આજે ગુરુવારે સાંજે પાર્ટીની બેઠક બોલાવી છે.