પોરબંદર શહેરના ફવાલયાક કમલાબાગમાં અનેકવિધ સમસ્યાઓ વધી હોવાને કારણે અહી ઇવનગ વોક અને મોર્નિંગ વોક કરવા આવતા નગરજનોથી માંડીને ફરવા આવતા પર્યટકો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તેમ જણાવીને કોંગ્રેસ દ્વારા તેની વિધિવત રજૂઆત વહીવટી તંત્રને કરવામાં આવી છે.પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડિયા અને પોરબંદર નગરપાલિકાના વિપક્ષી નેતા જીવનભાઇ જુંગી, ઉપનેતા કારૂકભાઇ સુર્યા, દંડક ભરતભાઇ ઓડેદરા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ કારિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઇ ઓડેદરાએ રાજ્ય સરકારને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોરબંદર શહેરમાં બાગ-બગીચાના વિકાસ માટે કાર્યવાહી થઇ ત્યારે અંદાજે સાડા ત્રણ કરોડના ખર્ચે કમલાબાગને વિકાસવવામાં આવ્્યો હતો અને આ બગીચામાં હાલ લોકો અનેકવિધ સમસ્યાઓથી પીડાઇ રહ્યાં છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અહયા હાલ ચોમાસા દરમિયાન કાળી જીવાતનો ઉપદ્રવ ખૂબ જ વધવા પામ્યો છે. હાલમાં સમગ્ર કમલાબાગમાં ઘાસ ઉપર અને વૃક્ષોના પાંદડાઓમાં જે જીવાતનો ઉપદ્રવ વધ્યો છે તેના કારણે અહી ફરવા લાવતા લોકોને ખૂબ મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ જીવાત લોકોને કરડે છે એટલું જ નહી પરંતુ ફરવા આવતા લોકોને શાંતિથી બેસવા દેતી નથી. તેથી બગીચામાં વહેલીતકે જંતુનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી બન્યો છે. પોરબંદરના કમલાબાગમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે મહિલાઓ અને યુવતિઓની સલામતી સામે જોખમ સર્જાયુ છે તેમ જણાવીને વધુમાં ઉમેરવામાં આવ્યુ છે કે લાઇટો બંધ હોવાથી વહેલી સવારે મોર્નિંગ વોક કરવા આવનારાઓ અને રાત્રીના સમયે ફરવા આવનારા શહેરીજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર આવી પરિસ્થિતીનું નિર્માણ થતું હોવા છતાં બેદરકાર તંત્ર સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધા પ્રત્યે પણ દુલક્ષ્ય સેવી રહ્યું છે.
તેથી આ મુદે પણ તંત્રની ઝાટકણી કાઢીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. પોરબંદર નગરપાલિકાનું તંત્ર દરેક બાબતમાં ભયંકર બેદરકારી દાખવે છે. કમલાબાગમાં ઝાળી-ઝાખરાનું સામ્રાજ્ય છવાઇ ગયું છે જેમાં સર્પ સહિત ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધવા પામ્યો છે. પાલિકાના સત્તાધીશોને આ બાબતની જાણ હોવા છતાં નક્કર પગલા લેવાયા નથી. ફુવારાઓ બંધ હાલતમાં છે તે ઉપરાંત અનેક લાઇટો બંધ છે, બગીચામાં બાળ મનોરંજનના સાધનો તુટી ગયા છે. આ બગીચામાં પીવાના પાણીની કોઇ વ્યવસ્થા નથી તેમજ વિકાસની વાતો કરતી ભાજપ સાશીત નગરપાલિકા બગીચાની જાળવણી કરવામાં સંપુર્ણ પણે ઉણી ઉતરી છે. પોરબંદર કોંગ્રેસે જુદા જુદા મુદ્દે કમલાબાગની જાળવણીમાં બેદરકાર તંત્ર વિરૂદ્ધ આક્રોશ ઠાલવી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે.