રાજ્યમાં ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે તમામ નેતાઓ ચૂંટણીના ટાણે સક્રિય જોવા મળી રહ્યા છે, ભાજપમાં વખતે નો રિપીટ થિયરીનો પણ જોખમ તોળાઇ રહ્યો છે. જેમાં કેટલાક દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સુપર CM તરીકે ઓળખતા વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વચ્ચે આતંરિક વિવાદ સપાટી આવતું હોય છે. જેમાં ભલે બંને નેતાઓ કોઇ વિખવાદ હોવાની વાત નકારતા હોય પણ આ બાબત જગજાહેર છે. જયારે રાજકોટમા પ્રદેશ પ્રમુખ પાટીલ આવતા હોય છે ત્યારે વિજયરૂપાણી ગાયબ થઇ જતા હોય છે. પરંતુ તાજેતરમાં ગુજરાત પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી એલ સંતોષ દ્રારા ભાજપ કોરકમિટીની બેઠકમાં જુનાજોગીઓનો પણ આવરી લેવાયા છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનું સમાવેશ કરાયું છે.
વિજયરૂપાણી આજે શ્રાવણ માસના અંતિમ દિવસે સોમનાથ મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા હતા જયાં પરિવાર સાથે મહાદેવ મંદિરના દર્શન કર્યા બાદ મિડિયા સાથે વાતચીત કરતા વિધાનસભાની ચૂંટણી અંગે નિવેદન આપતા જણાવ્યુ કે અમે કોઇ પદ માટે કામ કરતા નથી કોઇ ટિકિટો માટે કામ કરતા નથી એક સ્વપ્ન છે કે ભારતમાતા એક શક્તિશાળી ભારતમાતા બને પરમ વૈભવના શિખર ઉપર ભારતમાતા પહોંચે પાર્ટી જે કંઇ અમને કામ સોંપે છે તે અમે કરતા આવ્યા છે ચૂંટણી લડવાનું કે તો ચૂંટણી લડીએ છે ચૂંટણી ન લડવાનુ કહે તો ચૂંટણી જીતવાનો કરીએ છે આ અમારી એક પદ્રતિ રહી છે ભાજપમાં કોઇ વિખવાદ કે જુથવાદ નથી આ બધી વાતો હવામાં છે અમે સૌ એક છીએ વડાપ્રધાન નરેન્દ્રમોદીના માર્ગદર્શન મુજબ આગળ વધીશું કોઇનાથી અમે ગભરાતા નથી.