દિલ્હીની કટ્ટર ઈમાનદાર સરકાર તોડવાનો ભાજપનો નિષ્ફળ પ્રયાસ.
ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ ગયુ: ઇન્દ્રનીલ રાજગુરુ
જેમ સીરીયલ કિલર હત્યાઓ કરવાનો પ્લાન ઘડે એવી જ રીતે ભાજપે જે રાજ્યમાં તેમની સરકાર ન બને ત્યાં સરકાર પાડવાની મોડસ ઓપરેન્ડી અપનાવી છે: ઇન્દ્રનીલ રાજગુરુ
અરવિંદ કેજરીવાલજીના સૈનિકો પ્રજા માટે વફાદાર છે: ઇન્દ્રનીલ રાજગુરુ
40 જેટલા ધારાસભ્યોને 20 કરોડની ઓફર આપી હોય મતલબ હાલ ક્યાંક ભાજપ પાસે 800 કરોડ રૂપિયા પડ્યા હશે, તો સૌથી પહેલા CBI અને ED ભાજપની તપાસ કરે: ઇન્દ્રનીલ રાજગુરુ
ઈમાનદાર મનીષ સીસોદીયાજીએ આ ઓફર સ્વીકારવાની ના પાડી દીધી છે: ઇન્દ્રનીલ રાજગુરુ
આપણે 75 વર્ષની આઝાદી ઉજવી રહ્યા છીએ કે ધારાસભ્યો તોડી રહ્યા છીએ?: ઇન્દ્રનીલ રાજગુરુ
ભાજપ લોકશાહીની હત્યા કરીને ફરીથી દેશને ગુલામ રાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યું છે: ઇન્દ્રનીલ રાજગુરુ
અમદાવાદ/રાજકોટ/ગુજરાત
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી ભ્રષ્ટ ભાજપે એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે, જેમ સીરીયલ કિલર હત્યાઓ કરવાનો પ્લાન ઘડે એવી જ રીતે ભાજપે જે રાજ્યમાં તેમની સરકાર ન બને ત્યાં સરકાર પાડવાની મોડસ ઓપરેન્ડી અપનાવી છે. ભાજપે હમણાં જ મહારાષ્ટ્ર સરકાર પાડી, આ પહેલા ભાજપે આસામ અને મધ્યપ્રદેશમાં પણ સરકાર પાડી હતી. ‘ઓપરેશન લોટસ’ નામ આપીને ભ્રષ્ટ ભાજપે કેટલાક રૂપિયા એકઠા કરીને અરવિંદ કેજરીવાલજીની દિલ્હીની ઈમાનદાર પાર્ટીને પાડવાનું ષડયંત્ર કર્યું.
અરવિંદ કેજરીવાલજીનું પ્રભુત્વ જેમ જેમ ગુજરાતમાં વધી રહ્યું છે તેનાથી ભાજપ ડરી ગઈ છે. ગુજરાતના દરેક કર્મચારી, ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વેપારીઓ અરવિંદ કેજરીવાલજીને ખુબ જ પ્રેમ આપી રહ્યા છે. એટલે તેનાથી ડરીને ભાજપે અરવિંદ કેજરીવાલજીને ગુજરાતમાં રોકવા માટે દિલ્હીની સરકાર પાડવાની કોશિશ કરી છે. આપણે જોયું કે મહારાષ્ટ્રમાં શિવસેનાના શિંદેજીને CM બનાવાની ઓફર આપીને સરકાર પાડી અને બીજા ધારાસભ્યોને પણ 50 કરોડ રૂપિયા જેટલા ઓફર કર્યા તો ત્યાં કોઈ CBI કે ED તપાસ નથી કરતું કે આવા 1700-1800 કરોડ જેટલા રૂપિયા આવે છે ક્યાંથી. અને એવી જ રીતે ભાજપે મનીષ સીસોદીયાજીને પણ CM બનવવાની ઓફર આપીને સરકાર પાડવાની કોશિશ કરી છે. પરંતુ ઈમાનદાર મનીષ સીસોદીયાજી જે અરવિંદ કેજરીવાલજીના અનુયાયી છે, એમણે આ ઓફર સ્વીકારવાની ના પાડી દીધી.
મનીષ સિસોદિયાજીના ના પડ્યા બાદ ભાજપે સરકાર પાડવા માટે બીજો રસ્તો અપનાવ્યો, દિલ્હીના ધારાસભ્યોને 20 કરોડ રૂપિયા ઓફર કરી સરકાર તોડવાની કોશિશ કરી. જો 40 જેટલા ધારાસભ્યોને ઓફર આપી હોય મતલબ હાલ ક્યાંક ભાજપ પાસે 800 કરોડ રૂપિયા પડ્યા હશે, તો સૌથી પહેલા CBI અને ED તેની તપાસ કરે. ભ્રષ્ટ ભાજપના આ કૃત્ય એ લોકશાહીની હત્યા કરી છે. આપણે આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવ માનવીએ છીએ જ્યાં દેશ માટે ગર્વની વાત છે ત્યાં ભાજપ લોકશાહીની હત્યા કરીને ફરીથી દેશને ગુલામ રાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યું છે.
અરવિંદ કેજરીવાલજીએ ધારાસભ્યો સાથે મિટિંગ કરી છે અને ત્યાંથી માહિતી મળી છે કે, 62 માંથી 53 ધારાસભ્યો ત્યાં ઉપસ્થિત હતા, એક સ્પીકર સાહેબ છે તે હાલમાં વિદેશ છે, મનીષ સીસોદીયાજી હિમાચલ પ્રદેશમાં હતા અને સત્યેન્દ્ર જૈનનું સૌ જાણે છે કે તેઓને ભાજપે ખોટા કેસ કરી જેલમાં નાખ્યા છે, આ સિવાય બાકીના બચેલા ધારાસભ્યો સાથે ફોનમાં વાત કરી ચર્ચા કરી છે કે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ ગયું છે. દેશમાં સૌને ભાજપ પર ગુસ્સો છે હવે, ગુજરાતની જનતા હવે ભાજપથી નફરત કરતી થઈ ગઈ છે, ગમે ત્યારે ગમે તેને ખરીદી લેવામાં આવે છે અને ગમે તેને ધારાસભ્ય બનાવવામાં આવે છે. કોઈ ભાજપના ધારાસભ્યની તપાસ નથી થતી. ભાજપ અને કોંગ્રેસની મીલીભગત ચાલુ જ રહે છે. ભાજપે આ શું ચાલુ કર્યું છે? આપણે 75 વર્ષની આઝાદી ઉજવી રહ્યા છીએ કે ધારાસભ્યો તોડી રહ્યા છીએ?
મને ગુજરાતની જનતાને જણાવતા આનંદ થાય છે કે ભાજપના નેતાઓએ લાખ કોશિશ કરી દિલ્હીના ધારાસભ્યોને તોડવાની પણ અરવિંદ કેજરીવાલજીના કટ્ટર ઈમાનદાર ધારાસભ્યો તૂટ્યા નથી. આ સાબિતી છે કે અરવિંદ કેજરીવાલજીના સૈનિકો પ્રજા માટે વફાદાર છે. અને એટલે જ એમણે મનીષ સિસોદિયાજી વિરુદ્ધ CBI અને ED લગાડી છે. કદાચ એવું પણ બની શકે કે આવનારા દિવસોમાં મનીષ સિસોદિયાજીની ધરપકડ પણ કરે. મારી ગુજરાતની જનતાથી અપીલ છે કે આ ચૂંટણીમાં ભાજપને જીતવા ન દેતા અને કોંગ્રેસને એક પણ વોટ પડવો ન જોઈએ. કેમ કે જો હાલ દિલ્હીમાં કોંગ્રેસના 20 ધારાસભ્યો હોત તો તે ભાજપમાં જતા રહ્યા હોત અને આવું ગુજરાતમાં પણ થશે જો કોંગ્રેસને વોટ આપશો તો.
મારી ગુજરાતની જનતાને વિનંતી છે કે અમે તમારી માટે લડવા આવ્યા છીએ, ત્યાં તમે આ બંને પાર્ટીને ઓળખતા હોવા જોઈએ, હવે આ પાર્ટીઓ ભ્રષ્ટ થઈ ગઈ છે. તમે આમ આદમી પાર્ટીની સરકાર બનાવો અને પૂર્ણ બહુમતી થી બનાવો, એટલે ભવિષ્યમાં પણ ભાજપ કોંગ્રેસ સાથે મળીને સરકાર પાડવાની કોશિશ ન કરી શકે.