વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં છે.
મોદીજી વિકાસના કામોનું લોકાર્પણ કરનાર છે તેઓ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર “ખાદી ઉત્સવ”ના ભવ્ય કાર્યક્રમમાં હાજર રહેશે.
વડાપ્રધાન અહીં અટલ બ્રિજનું લોકાર્પણ પણ કરશે.
અમદાવાદમાં સાંજે યોજનાર જાહેર જનસભામાં હાજર રહી સંબોધન પણ કરશે.
ત્યાર બાદ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
તા.28 ઓગસ્ટના રોજ PM મોદી કચ્છના પ્રવાસે જશે, જ્યાં તેઓ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. તેઓ કચ્છ-ભુજ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલનું લોકાર્પણ કરશે. તેઓ 1745 કરોડના ખર્ચે 375 કિમી લાંબી કેનાલનું લોકાર્પણ કરશે, જેને લીધે કેનાલથી 948 ગામ અને 10 શહેરને પાણીનો લાભ મળશે.
28 ઓગસ્ટના રોજ તેઓ ગાંધીનગરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મારુતિ સુઝુકી કંપનીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. તેઓ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે.
મોદી આજે બપોરે 2.30 વાગ્યે અમદાવાદ આવશે ત્યાંથી સાબરમતી રિવરફ્રન્ટ જશે તેમ સૂત્રોએ જણાવ્યુ છે.