ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ટાણે હવે માત્ર 3 મહિના બાકી રહ્યા છે અન ગુજરાતમાં દિવસને દિવસે રાજ્કીય માહોલ બની રહ્યો છે. ગુજરાત મિશન 2022ને લઇ તમામ રાજ્કીય પાર્ટીઓ એકશન મોડમાં જોવા મળી રહી છે જેને લઇ રાજકીય ગલિયારાઓમાં ચહલ પહલ મચી જવા પામી છે. હવે કેન્દ્ર સ્તરેથી એક બાદ એક બાહુબલી નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટીની દિવસેને દિવસે લોકપ્રિયતા વધી રહી છે જેને લઇ સતત આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ગુજરાતની જનતાને ગેંરટીઓ આપી રહ્યા છે.

તો બીજી તરફ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જેને તમામ ભાજપના નેતાઓ કાર્યકરો PM મોદીના આગમનની તૈયારીમાં જોતરાઇ ચૂક્યા છે સ્વાભાવિક છે ગુજરાતમાં જયારે ચૂંટણી હોય છે ત્યારે વડાપ્રધાન મોદીની હાજરી ખૂબ જ સૂચક માનવામાં આવે છે જયારે અમદાવાદમાં ખેલમહાકુંભ કાર્યક્રમની વડાપ્રધાન મોદીએ પ્રારંભ કરાવ્યુ હતુ તે પહેલા અમદાવાદમાં એક ભવ્ય રોડ શો યોજ્યો હતો અને ભાજપના નેતાઓ ,મંત્રીઓ , હોદ્દેદારો સહિત કાર્યકરોને ચૂંટણીની તૈયારીમાં લાગી જવા હાકલ કરી હતી આ વખતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના લંક્ષ્યાક 150 પ્લસ બેઠકોના જીતવા બળ આપવા આગામી દિવસોમાં પી એમ મોદીના પ્રવાસો ગુજરાત તરફ વધશે તેવા રાજ્કીય પંડિતો પણ માની રહ્યા છે.

તો બીજી તરફ ગુજરાત છેલ્લા 27 વર્ષથી સત્તાથી વિમુખ રહેલી કોંગ્રેસની આ વખતે સ્થિતિ કપરા ચઢાણ સમાન બની છે. કોંગ્રેસ દિવસને દિવસે ભંગાણ પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે દર 15 દિવસ એકાએક નેતાઓ પાર્ટી કામગીરીથી નારાજગી વ્યકત કરી રાજીનામું આપી રહ્યા છે. ચૂટણી નજીક આવતા કોંગ્રેસ પણ સક્રિય બની છે આગામી 5 સપ્ટેમ્બર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે..

જયાં તેઓ રિવરફન્ટ્ર કાર્યકર સંમેલનમાં ભાગ લેશે જયાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ કાર્યકરોને બુથ મેન્જમેન્ટ અંગે માર્ગદર્શન આપશે 182 વિધાનસભાની સીટોનું તાગ મેળવશે તેમજ કોંગ્રેસ દ્રારા 10 સપ્ટેમ્બરે બેરોજગારી,મોઘવારી મુદ્દે રાજ્યવ્યાપી આંદોલન કરશે.