મિર્ઝાપુર જિલ્લાના પરમહંસ આશ્રમમાં ફાયરિંગ થતાં સનસનાટી ફેલાઈ ગઈ. આ ઘટનામાં એક સાધુના મોતના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે અન્ય સાધુ ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે સવારે સક્તેશગઢ સ્થિત સ્વામી અદગદાનંદના પરમહંસ આશ્રમમાં ભક્તો અને આશ્રમના લોકો સવારની નિત્યક્રમમાં લીન હતા. તે સમયે ફાયરિંગનો અવાજ આવ્યો હતો, લોકોએ જોયું તો એક સાધુનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું જ્યારે બીજો ઘાયલ હાલતમાં હતો. આશ્રમના લોકો તાકીદે ઘાયલોને ચંદૌલીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા.
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને સીસી ફૂટેજ ચેક કરતા મરનાર જીવન બાબાએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.
સ્થળ પરથી બે પિસ્તોલ મળી આવી હતી. આશ્રમમાં બે લોકોને ગોળી વાગી હોવાની માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક સંતોષ કુમાર મિશ્રાએ એએસપી નક્સલ મહેશ સિંહ અત્રીને મામલાની તપાસ માટે ઘટનાસ્થળે મોકલ્યા હતા.
ઘટનાસ્થળે પહોંચેલા એએસપી નક્સલે કહ્યું કે સાધુને ગોળી મારવામાં આવી હોવાની માહિતીના આધારે આશ્રમના સીસી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી, સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે આશિષ બાબાને ગોળી મારવામાં આવી છે. તે ચંદૌલીની હોસ્પિટલમાં દાખલ છે