ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે બ્રહ્મ સમાજ માટે જાતિ વિષયક ટિપ્પણી કરતા તેઓ બ્રહ્મ સમાજના નિશાના ઉપર આવી ગયા છે અગાઉ તેઓએ ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના બહેન સુભદ્રાને પતિ – પત્નિ કહીને વિવાદ ઉભો કર્યા બાદ હવે બ્રહ્મ સમાજ માટે જાતિ વિષયક અપમાનજનક શબ્દ વાપરતા વિવાદ ઉભો થયો છે. બ્રહ્મ સમાજ ના અગેવાનોનું કહેવું છે કે આવા શબ્દો બોલીને તેઓએ માત્ર બ્રહ્મ સમાજનું નહીં પરંતુ વિધવા મહિલાઓનું પણ અપમાન કરેલ છે.
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને દેશ અને ગુજરાતની મહિલાઓની માફી માગવા માંગણી થઈ છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને દેશ અને ગુજરાતની મહિલાઓની માફી માગે તથા તેમણે કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરે. આગળના પગલાં શુ લેવા તે ટુક સમયમાં સમાજ નક્કી કરશે તેમ
હેમાંગ મહિપતરામ રાવલ,ટ્રસ્ટી – શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ
ચેરમેન – વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન
પ્રમુખ – શ્રી સત્તર તાલુકા ઔદિચ્ય સહસ્ત્ર યુવક મંડળ
રાષ્ટ્રીય મીડિયા પ્રભારી – શ્રી પરશુરામ ઇન્ટરનેશલ દ્વારા જણાવાયુ છે.
 
  
  
  
  
  