તારી ઇજ્જત બચાવી લીધી મેં... ઉર્વશીએ પંત પર સાધ્યું નિશાન
ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત આ દિવસોમાં પોતાની રમતથી અલગ જ વાતને લઈને ચર્ચામાં છે. પંતનું નામ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સાથે આ પહેલા પણ ઘણી વખત જોડાઈ ચૂક્યું છે. હવે સોશિયલ મીડિયા પર તેની અને ઉર્વશી વચ્ચે સતત અણબનાવ જોવા મળી રહ્યો છે. બંનેએ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર સતત એકબીજા પર નિશાન સાધ્યું હતું. હવે તાજેતરમાં ઉર્વશીએ વધુ એક ફોટો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.
ઉર્વશીની પોસ્ટથી થઇ ચર્ચા
ઉર્વશી રૌતેલાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેના કેપ્શનમાં તેણે કંઈક લખ્યું છે, જેને જોઈને લોકો ફરી એકવાર ઋષભ પંતને નિશાન બનાવી રહ્યા છે. ગ્લેમરસ વીડિયો શેર કરતી વખતે ઉર્વશીએ તેના કેપ્શનમાં લખ્યું, 'મેં મારી સાઇડ સ્ટોરી ન કહીને તમારી ઇજ્જત બચાવી છે.' આ કેપ્શન વાંચ્યા બાદ લોકો ફરી એકવાર ઋષભ પંતને નિશાન બનાવી રહ્યા છે. લોકોનું માનવું છે કે ઉર્વશીએ આ કેપ્શન દ્વારા ફરી એકવાર ઋષભ પંત પર નિશાન સાધ્યું છે.
https://www.instagram.com/reel/ChkjLOxI4JY/?utm_source=ig_embed&ig_rid=9e83bb9a-3371-4b43-814e-78c513c50f9a
ઉલ્લેખીય છે કે ઉર્વશી રૌતેલાના નિવેદન બાદ રિષભ પંતે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. રિષભ પંતે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક મેસેજ લખ્યો, 'કેટલાક લોકો ઈન્ટરવ્યુમાં માત્ર મનોરંજન માટે જૂઠું બોલે છે, જેથી તેઓ અલગ-અલગ હેડલાઈન્સ મેળવી શકે અને સમાચારમાં રહી શકે. લોકો પ્રસિદ્ધિ માટે આટલા ભૂખ્યા કેવી રીતે છે તે દુઃખ આપે છે. ઋષભ પંતે ઉર્વશી રૌતેલા પર કટાક્ષ કર્યો અને લખ્યું, 'મારો પીછો છોડ બહેન, જૂઠની પણ એક સીમા હોય છે.
એવી અટકળો ચાલી રહી હતી કે 2019માં ફોર્મમાં ન હોવાના ટેન્શનને કારણે રિષભ પંતે ઉર્વશી રૌતેલાને વોટ્સએપ પર બ્લોક કરી દીધી હતી. રિષભ પંત હાલમાં ઈશા નેગી સાથે રિલેશનશિપમાં છે. ઈશા દેહરાદૂનની રહેવાસી છે અને તે ઈન્ટીરીયર ડીઝાઈનર છે. ઈશા નેગી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.