મજકુર આરોપી કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા અને કોરોના સમયમાં નામ સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ જેલમાંથી છૂટીને દોઢ વર્ષથી ફરાર થઇ ગયેલ કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી,નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય,અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી,પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ. સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં-૧૧૧૯૩૦૫૨૨૦૦૧૭૦/૨૦૨૦, પ્રોહી એક્ટ કલમ ૬૬ (૧)બી,મુજબના ગુનાના કામે અમરેલી જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા કેદીને નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સુઓમોટો રીટ પીટીશન નંબર ૦૧/૨૦૨૦ ના કામે થયેલ હુકમના આધારે ગુજરાત સરકારશ્રી દ્વારા તા.૨૪/૦૩/૨૦૨૦ ના રોજ પરિપત્ર નંબર જે.એલ.કે./૩૯૨૦૨૦/ જી.ઓ.આઇ./૧૩/ ૪ થી હાઇપાવર કમિટીની તા.૨૮/૦૩/૨૦૨૦ ની ગાઇડલાઇન તથા માર્ગદર્શન મુજબ તા.૨૮/૦૩/૨૦૨૦ ના રોજ મુક્ત કરવામાં આવેલ અને મજકુર કેદીને તા.૨૧/૧૨/ ૨૦૨૦ ના રોજ અમરેલી જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું. પરંતુ મજકુર કેદી જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો.અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા આજ તા.૨૮ /૦૭/૨૦૨૨ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન ફરાર થયેલ કેદીને અમરેલી મુકામેથી પકડી પાડી,અમરેલી જિલ્લા જેલ ખાતે કેદ રહેવા સારૂ મોકલી આપવા તજવીજ કરેલ છે,પકડાયેલ કેદીનું નામ ગોવિંદ રામા યાદવ,ઉ.વ.રર, રહે.હાલ.સમાત્રા,તા.જિ.ભુજ,મુળ રહે.ગેવટીયર,ગૌરીબજાર, જિ.ગોરખપુર , (ઉતરપ્રદેશ) આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી બી . ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી