ભાજપ મોટો કે રાજપૂત સમાજ ? અમે ભાજીમુળા નથી, રાજીનામુ લઈ લો જિલ્લા ભાજપ પ્રમુખના વિધાને વિવાદ સર્જ્યો ભાજપ પ્રમુખના સસ્પેન્શનની માંગ સાથે રેલી કાઢી પુતળું બાળ્યું ભાજપની બેઠકમાં ગેરહાજર રહી સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેતા તાલુકા મહામંત્રી વિરુદ્ધ ધમકીભર્યા સૂરથી કારડીયા રાજપૂત સમાજમાં રોષ ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપમાં વધતા જતા વિવાદો અને વિખવાદોને કારણે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશ લંગાળીયા પોતાની વાણી જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશ લંગાળીયા પોતાની વાણી વર્તણૂકને કારણે અવાર નવાર વિવાદોમાં સપડાતા રહે છે. ત્યારે તાજેતરમાં સિહોરમાં ભાજપની બેઠકમાં ગેરહાજર રહી તાલુકા મહામંત્રી કારડીયા રાજપૂત સમાજના કાર્યક્રમમાં જતા "ભાજપ મોટો કે કારડીયા રાજપૂત સમાજ..?'નું તાલુકા ભાજપ પ્રમુખને કહી મહામંત્રીનું રાજીનામું લઈ લેવા સુધીના ધમકીભર્યા સૂરોથી કારડીયા રાજપૂત સમાજમાં રોષ ફેલાયો છે. જિલ્લા ભાજપના પ્રમુખનું પૂતળું બાળી તેઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. ભાવનગર જિલ્લા ભાજપનું સંગઠનનું માળખું માંડ માંડ વ્યવસ્થિત ચાલે છે ત્યાં ખુદ જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાના વિવાદો ઊભા થાય છે. અગાઉ પણ તેઓની વિરુદ્ધમાં ફરતી પત્રિકાઓને લઈ પ્રદેશ કક્ષા સુધી ફરિયાદો થઇ હતી. ત્યારબાદ ભાજપના કાર્યક્રમોમાં અને સંગઠનની બેઠકોમાં પણ હોદ્દેદારો સામે ધમકીભર્યાસૂર વાપરતા હોવાની પણ ભાજપના જ આગેવાનો દ્વારા પ્રદેશ હોદ્દેદારોને રજૂઆતો થઇ હતી. ત્યારે તાજેતરમાં સિહોર તાલુકા ભાજપની મળેલી બેઠકમાં તાલુકા મહામંત્રી વિજયસિંહ ચુડાસમા હાજર નહીં હોવાથી તાલુકા પ્રમુખ કાળુભાઇ ચૌહાણને પૂછતાં કારડીયા રાજપૂત સમાજના ઇનામ વિતરણ કાર્યક્રમમાં ગયા હોવાથી વિજયસિંહ ભાજપની બેઠકમાં હાજર રહ્યા ન હોવાનું જણાવ્યું હતું