અખિલ ભારતીય ઓબીસી મહાસભા અમરેલી જીલ્લા ની પ્રથમ કારોબારી સભા નુ આયોજન જિલ્લા પ્રમુખ ભરતભાઈ ગીડા દ્રારા અમરેલી સકિઁટ હાઉસ ખાતે કરવામાં આવી હતી.
આ તકે કારોબારી અધ્ધક્ષ પદે ઓબીસી મહાસભા ગુજરાત પ્રદેશ કાયૅકારી પ્રમુખ શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ ખાસ હાજર રહયા.સૌપ્રથમ જિલ્લા પ્રમુખ ભરતભાઈ ગીડા સહિત આગેવાનો દ્રારા અમરેલી જિલ્લા ના વતની શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ ની પ્રદેશ કાયૅકારી પ્રમુખ પદે નિમણુંક થતા સન્માન કરવામાં આવ્યુ.યોજાયેલી પ્રથમ કારોબારી સભા મા નવી કારોબારી ની રચના કરવામાં આવી હતી.જીલ્લા કારોબારી પદે આજે નવા પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી.
અખિલ ભારતીય ઓબીસી મહાસભાના સંગઠન ને અમરેલી જિલ્લા ના દરેક ગામ સુધી ફેલાવવાની હાકલ પ્રમુખ ભરતભાઈ ગીડા દ્રારા કરવામાં આવી હતી.આ તકે ઓબીસી સમાજને શૈક્ષણિક, સામાજિક, રાજકીય અને સહકારી ક્ષેત્રે પડતી મુશ્કેલી બાબતે વ્યાપક ચચૉ કરવામાં આવી હતી.ઓબીસી સમાજ ની 146 જ્ઞાતિ ને એક તાંતણે બાંધી સંગઠન ને વેગવંતુ બનાવવા ચચૉ થય હતી.
ઓબીસી મહાસભા ના ગુજરાત કાયૅકારી પ્રમુખ પ્રભાતભાઈ કાઠીવાળ સ્થાનિક સ્વરાજ ની ચુંટણી મા રદ કરેલ અનામત બાબતે નિમાયેલા ઝવેરી પંચ ને કરેલ રજૂઆત બાબતે માહિતી આપેલ હતી. અને ઓબીસી સમાજ ના દરેક નાના મોટા પ્રશ્ર્નો ને વાચા આપવા સંગઠન સતત કાયૅશીલ રહેશે અને અલગ અલગ જ્ઞાતિ કરતા બક્ષીપંચ સમાજ એ જ આપણો સમાજ એવુ મહત્વ નુ સુચન કરેલ અને કોઈપણ ફંડ ફાળા ઉઘરાવ્યા વિના ઓબીસી સમાજ માટે સંગઠન હંમેશા કાયૅશીલ રહેશે તેમ જણાવ્યું હતુ.
આ તકે અગ્નણી શ્રી નારણભાઈ મકવાણા, દાનુભાઈ ખુમાણ, દિલીપભાઈ રંગપરા, ભરતભાઈ રાવળદેવ, રાજેશભાઈ હિંગુ, દિલીપભાઈ વાઘેલા દ્રારા મહત્વ ના સુચન કરવામાં આવ્યુ હતુ.
અખિલ ભારતીય ઓબીસી મહાસભા દ્રારા આગામી સમયમાં અમરેલી જિલ્લાના દરેક તાલુકા મથકે અને જિલ્લા કક્ષાએ અમરેલી ખાતે વિશાળ ઓબીસી સંમેલન યોજવા નકકી કરવામાં આવ્યુ હતુ.
અખિલ ભારતીય ઓબીસી મહાસભા સંપૂર્ણ બિનરાજકીય રીતે કામ કરી ઓબીસી સમાજની146 જ્ઞાતિઓને શૈક્ષણિક, રાજકીય, સામાજિક, અને સહકારી ક્ષેત્રે યોગ્ય લાભ અને પ્રતિનિધિત્વ મળે તે દિશામાં કામગીરી કરવા યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો હતો. સમગ્ર કારોબારી નુ સંચાલન નવનિયુક્ત પ્રભારી નારણભાઈ મકવાણા દ્રારા કરવામાં આવ્યુ હતુ. આ સમયે પ્રભાતભાઈ કોઠીવાળ અને ભરતભાઈ ગીડા દ્રારા નીચે મુજબ મહાસભા ના પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી.
1.નારણભાઈ મકવાણા-પ્રભારી અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લા
2.દિલીપભાઈ રંગપરા-જિલ્લા ઉપાધ્યક્ષ
3.શિવરાજભાઈ ખુમાણ(હાથસણી)-જિલ્લા ઉપાધ્યક્ષ
4.રાજેશભાઈ હિંગુ-જિલ્લા ઉપાધ્યક્ષ
5.ભરતભાઈ રાવળદેવ-જિલ્લા
ઉપાધ્યક્ષ
6.કાનાભાઈ હાડકરડા(ભરવાડ)-જિલ્લા ઉપાધ્યક્ષ
7.દિલીપભાઈ વાઘેલા-જિલ્લા મહામંત્રી
8.જોરૂભાઈ મેગળ-જિલ્લા મહામંત્રી
9.વિપુલભાઈ ઉનાવા-જિલ્લા મહામંત્રી
10.વિજયભાઈ કોગથીયા-જિલ્લા મંત્રી
11.રવજીભાઈ મકવાણા-જિલ્લા મંત્રી
12.પ્રવિણભાઈ વસરા-અમરેલી જિલ્લા શિક્ષણ સેલ પ્રમુખ
13.શિવરાજભાઈ ખુમાણ(મોલડી)-અમરેલી જિલ્લા યુવા મોરચા પ્રમુખ
14.ભુપેન્દ્રભાઈ ખુમાણ(જાબાળ)-સાવરકુંડલા તાલુકા પ્રમુખ
આ તકે ખાસ ઉપસ્થિત આગેવાનશ્રીઓ ચનાભાઈ મેટાળીયા બાબરા,પારસભાઈ મકવાણા, સાવરકુંડલા તા.પંચાયત વિરોધ પક્ષ નેતા જસુભાઈ ખુમાણ, ધીરૂભાઈ વહાણી બાબરા, મુસાભાઈ પરમાર, રાજુભાઈ સનુરા,ખડકાળા ગામથી સરપંચ અજયભાઈ ખુમાણ, મુકેશભાઈ ગોંડલિયા, મુકેશભાઈ ગોઠડિયા, સેંજળ ગામના પુવૅ સરપંચ મહેશભાઈ ખુમાણ, ડી.આર.સનુરા, રાજુભાઈ કનાળા, ચનાભાઈ સાકરીયા, મુકેશભાઈ ગાંભડીયા વગેરે હાજર રહયા.
રિપોર્ટ. દિલીપ વાઘેલા સાવરકુંડલા