લીલીયા તાલુકાના જાત્રોડા ગામને નંદનવન બનાવવાનો સંકલ્પ , આગામી તા .૨૮ ઓગસ્ટના રોજ ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન અમરેલી જિલ્લાની રાજકીય હસ્તીઓ ઉપસ્થિત રહેશે જાત્રોડા ગામ પરિવારનો મિશન ગ્રીન જાત્રોડાનો સંકલ્પ અમરેલી તા .૨૬ ઓગસ્ટ , ૨૦૨૨ વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની માઠી અસરોનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે અને અમરેલી જીલ્લામાં તાઉતે વાવાઝોડામાં વૃક્ષોને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે ત્યારે અમરેલીના લીલીયા તાલુકામાં આવેલ જાત્રોડા સમસ્ત ગામે આગામી તા .૨૮ ઓગસ્ટને રવિવારે સવારે ૯-૦૦ કલાકે વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે . આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાની રાજકીય હસ્તીઓ જેવી કે , સંસદસભ્ય - અમરેલી શ્રી નારણભાઈ કાછડીયા , ધારાસભ્યશ્રી પરેશ ધાનાણી , પ્રતાપભાઈ દૂધાત સહિતના લોકો ઉપસ્થિત રહેશે . અમરેલી જીલ્લાના ગામડાઓ દિનપ્રતિદિન તુટી રહયા છે ત્યારે સમસ્ત જાત્રોડા ગામે ગામના પાયાના પશ્નોનું સતત મંથન કરી નક્કી કર્યું કે જો ગામડાને નંદનવન બનાવવા હશે તો ગામડાની ખેતીલાયક જમીનોને પુરતા પ્રમાણમાં પિયતનુ પાણી મળે તે અત્યંત આવશ્યક છે માટે જ ગામલોકોએ સાથે મળી જળસંચયનું કામ હાથ ધરી ગામના તળાવમાંથી કૂવાઓ અને બોરવેલ ને રિચાર્જ કરી પાણીનું તળ ઊંચું લાવેલ છે . જાત્રોડા ગામની રોડની આજુબાજુની તેમજ ખરાબાની જમીનમાં વધુમાં વધુ વૃક્ષારોપણનો સંકલ્પ કરી અને જળસિંચન કરવાની નેમ લીધી છે તે સાથે સાથે અગાઉના વર્ષોમાં જ્યાં વાડીઓ હતી તે જગ્યાએ પોતાના ખર્ચે જમીન માલિકો દ્વારા વૃક્ષા રોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે . આ કાર્ય માટે સુરત , અમદાવાદ અને ગાંધીનગર રહેતા જાત્રોડા ગામના રહીશોએ આગોતરી મીટિંગો કરી અને અનુદાનનો અંદાજ કેળવી અને રૂપિયા ૨૫ લાખ જેવી માતબર રકમના ખર્ચને પહોંચી વળવા માટે ફંડ એકત્રિત કરવાનું પણ આયોજન કર્યુ છે . આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન જાત્રોડા ગામ દ્વારા કરવામાં આવેલ છે અને વૃક્ષા રોપણ અને તેના ઉછેર માટે સદભાવના માનવ સેવા ટ્રસ્ટને કામગીરી સોંપવામાં આવેલ છે આમ ગામના યુવાનો દ્વારા મિશન ગ્રીન જાત્રોડા હેઠળ વૃક્ષા રોપણ સાથે જળ સંચય અને સ્વછતાં અભિયાનની કામગીરી પણ કરવામાં આવનાર છે . મિશન ગ્રીન જાત્રોડા સંકલ્પ એ સરાહનીય સંકલ્પ છે . અમરેલી જિલ્લામાં વૃક્ષારોપણના કાર્યક્રમ થકી પર્યાવરણની દિશામાં આગળ વધવામાં ચોક્કસ મદદ મળશે . આવો સૌ સાથે મળીને વૃક્ષારોપણ કરી વૃક્ષોના રીસ્ટોરેશનમાં આપણું યોગદાન આપીએ અને ગુજરાતને ગૌરવવંતુ બનાવીએ , રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/ અમરેલી