દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતી કાલે( તા. ૧ ડિસેમ્બરના રોજ) ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લાની વિધાનસભાની બંને બેઠકના ૬૫૨ જેટલા મતદાન મથક(બુથ) ઉપર ચૂંટણી કામગીરી કરનાર પ્રિસાઇડિંગ ઓફિસરો, પોલિંગ ઓફિસરો સહિતના સ્ટાફને ફાળવવામાં આવી છે. આ કર્મચારીઓ આજરોજ સંપૂર્ણ તૈયારીઓ સાથે ડીસ્પેચિંગ સેન્ટરથી મતદાન મથક(બુથ) પર જવા રવાના થયા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

                        વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ના આગલા દિવસે દ્વારકા જિલ્લાનાં ૮૧ - ખંભાળિયા અને ૮૨ - દ્વારકા ખાતે ચૂંટણી સમયે મતદાન માટેની કામગીરી માટેના પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ જે તે બુથ પર ઉપયોગમાં લેવાનાર મતદાન માટેના ઇ.વી.એમ અને વી.વી.પેટ મશીન લઈને રવાના થયો હતો. ઉપરાંત અન્ય જરૂરી સાહિત્ય સામગ્રી જેવી કે સરનામા ટેગ, પિંક પેપર સીલ, ખાસ ટેગ, ગ્રીન પેપર સીલ, મતદાર યાદી, વિશિષ્ટ દર્શક સિક્કો, મતદાર કાપલી, મતદાન વિસ્તારની સંખ્યા દર્શાવતી નોટિસ વગેરે સાહિત્ય લઈને તમામ ટીમો ચૂંટણી પંચની સુચના અનુસાર તેમને ફાળવેલ નિયત મતદાન મથક પર જરૂરી સુચનો અને માર્ગદર્શન સાથે રવાના થઈ હતી.

                        પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફને મતદાન મથક પર કરવાની થતી કામગીરી અંગે ૮૧- ખંભાળિયાના રિટર્નીંગ ઓફિસરશ્રી પાર્થ કોટડિયા, ૮૨- રિટર્નીંગ ઓફિસરશ્રી પાર્થ તલસાણીયા ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર વિવિધ સુચનાઓ આપવામાં આવી હતી. ચૂંટણીના મહાપર્વની પૂર્વ તૈયારી માટે તમામ કર્મચારીઓ પણ સજ્જ બની તેમને ફાળવેલા મતદાન મથક તરફ જવા રવાના થયા હતા.

                        ૮૧ - ખંભાળિયા બેઠક પર પોલિંગ સ્ટાફને રૂટ ગોતવો સરળ રહે તે માટે QR કોડની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત પોલિંગ સ્ટાફ માટે વેલફેર કિટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.