ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે ગામમાં મુડીયા ફળિયામાં રહેતાં મંગાભાઈ વેસ્તાભાઈ સંગોડ , ધુળીયાભાઈ નાથીયાભાઈ સંગોડ તથા તેમની સાથે અન્ય ઈસમો મળી એકબીજાની મદદગારી કરી વેચાણ તેમજ ખાવા સારૂં પશુનુ કતલ કરી હતી .આ અંગેની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો . પોલીસને જેાઈ ઉપરોક્ત ઈસમો નાસી જવામાં સફળ રહ્યાં હતાં . પોલીસે સ્થળ પરથી 30 કિ.ગ્રામ . માસના જથ્થા સાથે કતલ કરવાનો લોખંડનો છરો , તપેલુ , દોરડું , દાતરડું વિગેરે સાધનો કબજે કર્યાં હતાં .આ અંગે વેટરનરી ડોક્ટરના મૌખિક અભિપ્રાય પ્રમાણે કતલ કરેલ માંસ ગૌમાંસ હોવાનો મૌખિક અભિપ્રાય આપ્યો હતો . આ સંબંધે ગરબાડા પોલીસે ઉપરોક્ત તમામ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .