જે અનુસધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.આર.બ્રહ્મભટ્ટ, પો.સ.ઇ.શ્રી વી.એન.

ભરવાડની ટીમના પો.કો. સરદારસિંહ તથા પો.કો. શીશપાલને મળેલ બાતમી હકીકત આધારે,

મોહમંદરફીક @ તોસિફ @ હલવો સ/ઓ ગુલામઅહેમદ પઠાણ ઉ.વ.૨૪ રહે. જેઠાલાલની

ચાલી, બહેરામપુરા, દાણીલીમડા, અમદાવાદ શહેરને જેઠાલાલની ચાલી પાસેથી

તા.૨૬/૦૮/૨૦૨૨ ના કલાક ૧૫/૦૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક

કરી તેની અંગ ઝડતીમાંથી જુદીજુદી કંપનીના ત્રણ મોબાઇલ કિ.રૂ. ૯,૫૦૦/- તથા ઇન્ડીયન

કંપનીના ગેસના બાટલા નંગ-૨ કિ.રૂ. ૨,૦૦૦/- મળી ૧૧,૫૦૦/- નો મુદ્દામાલ

સી.આર.પી.સી. ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ છે.

ઉક્ત આરોપીએ આજથી બે દિવસ પહેલા તેના રહેણાક મકાન નજીક બહેરામપુરા

વિસ્તારની નવદુર્ગા રેસીડેન્સીમાં આવેલ બંધ મકાનમાં રાત્રીના સમયે પહોંચેલ, જે મકાનની

કાચની બારી ખુલ્લી હોય, તે બારી વાટે મકાનમાં પ્રવેશ કરી, મકાનમાથી ઉપરોક્ત ત્રણ

મોબાઇલ ફોન તથા ગેસના બાટલાની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.

આ અંગે અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે માહીતી મેળવતા

દાણીલીમડા પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૨૨૭૫૬/૨૦૨૨ ધી ઇ.પી.કો.

કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો અનડીટેક્ટ ગુન્હો શોધી કાઢી આરોપી તથા મુદ્દામાલ

દાણીલીમડા પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

આ આરોપી અગાઉ અમદાવાદ શહેરના કાગડાપીઠ તથા દાણીલીમડા પોલીસ

સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયેલ છે આ ઉપરાંત બે વખત પાસા હેઠળ અટકાયત

કરવામાં આવેલ છે.

#SMS #SMS01 

Repoter ravi b. Meghwal

#social_media_sandesh 

@social_media_sandesh