દાહોદમાં ગણેશ મહોત્સવના પાવન પર્વ દરમ્યાન પ્રદૂષણ સહિતના નિયમોનો ભંગ ન થાય એ માટે આદેશ કરાયા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ભગવાન ગણેશજીની પ્રતિમા બેઠક સહિત નવ ફુટથી વધુ ઉંચાઇની બનાવી શકાશે નહીં.

શોભાયાત્રા સમયે પ્રતિમાની બેઠક, વાહન સહિતની ઉંચાઇ ૧૦ ફુટથી વધુ રાખવી નહી.

પ્રતિમાઓ નદી, તળાવ, જળાશય કે અન્ય કુદરતી જળસ્ત્રોતોમાં કે તેના કિનારે વિર્સજિત કરી શકાશે નહીં.

નાગરિકોએ પર્યાવરણને નુકશાન ન કરે તેવી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓની સ્થાપ્ના કરવી.

રાત્રીના ૧૦ વાગ્યા પછી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં

*****

દાહોદ જિલ્લામાં આગામી ગણેશ મહોત્સવ સુપ્રીમ કોર્ટ તેમજ સરકારે જાહેર કરેલા નિયમો મુજબ યોજાઇ તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ એક જાહેરનામા થકી કેટલાંક આદેશો કર્યા છે. તદ્દનુસાર, ભગવાન ગણેશજીની પ્રતિમા બેઠક સહિત નવ ફુટથી વધુ ઉંચાઇની બનાવવી નહી, વેચાણ કરવી નહી, સ્થાપ્ના કરવી નહી તેમજ જાહેરમાર્ગ ઉપર તેનું પરિવહન કરવું નહી.

આયોજકોએ વિર્સજન માટેની શોભાયાત્રા સમયે કોઇ પણ પ્રતિમાની બેઠક અને પરિવહન કરનાર વાહન સહિતની ઉંચાઇ ૧૦ ફુટથી વધુ રાખવી નહી.

પ્લાસ્ટીક ઓફ પેરીસ, ભઠ્ઠીમાં સૂકવેલી ચીકણી માટી તથા ફાઇબરની પ્રતિમાઓ અને પ્લાસ્ટીક તથા થર્મોકોલ જેવા પદાર્થોમાંથી બનાવેલી પ્રતિમાઓ નદી, તળાવ, જળાશય કે અન્ય કુદરતી જળસ્ત્રોતોમાં કે તેના કિનારે વિર્સજિત કરવા નહી. આ પ્રતિમાઓને કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જિત કરવા નહી. મોટા કદની પ્રતિમાઓના વિસર્જન માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવાની રહેશે.

પ્રતિમાઓની બનાવટમાં બિનઝેરી કુદરતી રંગો અને પદાર્થોનો ઉપયોગ કરવાનો રહેશે. ઝેરી, ઉતરતી કક્ષાના કેમીકલયુક્ત રંગો કે પદાર્થોનો ઉપયોગ કરી શકાશે નહી. 

મૂર્તિકારો જે જગ્યાએ પ્રતિમાઓ બનાવે છે, તે જગ્યા તથા વેચાણની જગ્યા અને તેની આસપાસ ગંદકી કરવી નહી. તથા વધેલી તથા ખંડીત પ્રતિમાઓ બિનવારસી હાલતમાં છોડવી નહી. આ બાબતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ તકેદારી રાખવી. 

દાહોદ જિલ્લાની બહારથી પ્રતિમાઓ લાવી વેચાણ કરનાર તથા સ્થાપ્ના કરનાર વેપારીઓ અને આયોજકોને પણ ઉક્ત તમામ શરતોનું પાલન કરવાનું રહેશે. 

ગણેશોત્સવના પર્વ દરમ્યાન ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરનાર આયોજકો, સંસ્થાઓ, મંડળો તથા અન્ય તમામ નાગરિકોએ પર્યાવરણને નુકશાન ન કરે તેવી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓની સ્થાપ્ના કરવાની રહેશે. 

અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિહ્નવાળી કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદી કે વેચાણ કરી શકાશે નહી. તેમજ શોભાયાત્રા દરમ્યાન પણ અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય એવા સુત્રો, ગીતો વગાડી અથવા પોકારી શકાશે નહી. તેમજ આ પ્રકારના બેનર, પોસ્ટર લગાડી શકાશે નહી. 

શોભાયાત્રા નક્કી કરેલા રૂટ ઉપરથી જ પસાર કરવાની રહેશે અને તેની પૂર્વમંજૂરી સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવવાની રહેશે. સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન અનુસાર રાત્રીના ૧૦ વાગ્યા પછી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ રહેશે. નિયત કરેલા સ્થળોએ જ પ્રતિમાઓનું વિર્સજન કરવાનું રહેશે. 

કોઇ મૂર્તિકાર કે વિક્રેતાઓ પ્રતિમાઓની બનાવટમાં પીઓપી કે ભઠ્ઠીમાં સૂકવેલી ચીકણી માટી, ઝેરી અને ઉતરતી કક્ષાની સીન્થેટીક કે રસાયણયુક્ત રંગો, ડાયનો ઉપયોગ કરીને પ્રતિમાઓ બનાવતા કે વેચાણ કરતા ધ્યાનમાં આવશે તો તે સમયે કે વેચાણ સમયે જપ્ત કરવામાં આવશે. 

શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડ સિવાયના અન્ય સ્થળોએ વિર્સજન કરી શકાશે નહી. તેમજ તમામ માટી તથા પીઓપીની મૂર્તિઓનું વિર્સજન નગરપાલિકા દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડમાં કરવાનું રહેશે. શોભાયાત્રા દરમિયાન કોઇ પણ પ્રકારના નશાયુક્ત પદાર્થનું સેવન કરવાનું રહેશે નહી. સરકારે આપેલી કોરોના બાબતની સૂચનાઓનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. 

આ જાહેરનામું તા. ૨૪ ઓગસ્ટથી આગામી તા. ૧૦ સપ્ટેમ્બરના ર૪ કલાક સુધી અમલમાં રહેશે.