કઠલાલ માં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને થતી શારીરિક તકલીફો બાબતે તેમજ સ્વાસ્થ્ય ને લગતી તકલીફોનું નિરાકરણ થાય તથા તેની તપાસ થાય તેમજ વહેલી તકે નિદાન કરી બાળકો સ્વસ્થ બને તેવા ઉદ્દેશ્યથી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં ચૌહાણ પુરા પ્રાથમિક શાળા સાહિતના બાળકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.