ગણતરીના કલાકોમા સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ પોસ્ટેના અપહરણ તથા પોક્સોના ગુન્હાના નાસતા - ફરતા આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડતી લીલીયા પોલીસ ટીમ ભાવનગર રેન્જ આઇ.જી.પી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં અનડિટેક્ટ ગુન્હાઓ આચરી નાસી જતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી , હિમકરસિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી , કે જે ચૌધરી સાહેબ નાઓએ જીલ્લામાં અનડિટેક્ટ ગુન્હાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા - ફરતા હોય અને તેને પકડી પાડવા અંગે ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના ના.પો.અધિ શ્રી જે.પી.ભંડારી સાહેબ , સર્કલ પો.ઇન્સ શ્રી આઇ.જે.ગીડા સાહેબ નાઓ દ્વારા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ . એમ.ડી.ગોહિલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના ટાઉન બીટ ઇન્ચાર્જ હિરેનભાઇ વેગડા અના હેડ કોન્સ તથા પો.કોન્સ.ગૌતમભાઇ ખુમાણ તથા પો.કોન્સ જીતેન્દ્રભાઇ ગંગલ તથા પો.કોન્સ સંજયભાઇ જીવરાજભાઇ ઇટાળીયા એ રીતેના લીલીયા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા . તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતા - ફરતા લીલીયા ટાઉનમા નિલાગા ચોકડીએ આવતા એક ઇસમ તથા એક બહેન શકમંદ હાલતમા નિલકંઠ મહાદેવ મંદિર તરફ જવાના રસ્તાએ ઉભેલ હોય , જેની પાસે જઇ મજકુર ઇસમનું નામઠામ પુછતા પોતાએ સંતોષ કારક જવાબ આપેલ નહીં તેમજ ફર્યુ - ફર્યું બોલતો હોય , તથા સાથે રહેલ બહેનનુ નામઠામ યુક્તિ પ્રયુક્તિથી પુછતા પોતાનું નામ જણાવેલ નહિ જેથી ના.રા.મા રહેલ મહિલા પો.કોન્સ વંદનાબેન મહાદેવપરી ને સ્થળ પર બોલાવી તથા નજીકમાંથી બે રાહદારી પંચોને બોલાવી પંચો રૂબરૂ મજકુર ઇસમનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ- કાર્તિકભાઇ રમેશભાઇ ડાભી જાતે- સુવાળીયા કોળી ઉ.વ .૧૯ ધંધો . ગેરેજનુ કામકાજ રહે . લીલીયા મોટા , જુના કોળીવાડ તા.લીલીયા મોટા જી.અમરેલી મો.નં .૭૬૨૨૮૪૫૪૮૯ વાળો હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમની પુછપરછ કરતા પોતાએ જણાવેલ કે આ ( ભોગ બનનાર ) ને થાનગઢથી ભગાડીને અહિ આવતો રહેલ છું જેથી સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ પોસ્ટે સંપર્ક કરી ઉપરોક્ત બન્નેના નામો બાબતે વેરીફાઇડ કરી મજકુર ઇસમ કાર્તિક વિરૂધ્ધ ગુન્હો રજી થયેલ છે અને તેની સાથે રહેલ બહેન ભોગ બનનાર છે અને મજકુર ઇસમ વિરૂધ્ધ સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ પોલીસ સ્ટેશનમા પાર્ટ એ ગુ.ર.નં ૧૧૨૧૧૦૫૦૨૨૦૨૪૫/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો ૧૨ મુજબનો ગુન્હો રજી થયેલ છે જે બાબતે આજરોજ મજકુર ઇસમ તથા ભોગ બનનાર બહેન લીલીયા ટાઉન વિસ્તાર નિલકંઠ મહાદેવ મંદિર નિલાગ્રા ચોકડીએથી મળી આવતા મજકુર ઇસમનું શરીરસ્થિતિનું પંચનામુ કલાક ૦૧/૩૦ થી કલાક -૦૨ / ૦૦ વાગ્યા સુધીનુ વિ . વારનુ પંચનામુ લાઇટના અજવાળે કરી લઈ મજકુર ઇસમને કલાક તા .૨૩ / ૦૮ / ૨૦૨૨ ૦૨/૦૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ- ૪૧ ( ૧ ) ( આઇ ) મુજબ ધોરણસર અટક કરેલ છે . અને સાથે રહેલ ભોગ બનનારને મહિલા પો.કોન્સને સાથે રાખી પોસ્ટે લાવેલ જેથી સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ પોસ્ટેના અપહરણ તથા પોક્સોના નાસતા - ફરતા આરોપીની આજરોજ લીલીયા પોસ્ટે વિસ્તારમાંથી પકડી પાડવામા લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે પકડાયેલ આરોપી - કાર્તિકભાઇ રમેશભાઇ ડાભી જાતે- સુવાળીયા કોળી ઉ.વ .૧૯ ધંધો . ગેરેજનુ કામકાજ રહે . લીલીયા મોટા , જુના કોળીવાડ તા.લીલીયા મોટા જી.અમરેલી આમ , આ સમગ્ર કામગીરીમાં લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એમ.ડી.ગોહિલ તથા ટાઉન બીટ ઇન્ચાર્જ હિરેનભાઇ વેગડા અના હેડ કોન્સ તથા પો.કોન્સ ગૌતમભાઇ ખુમાણ તથા પો.કોન્સ જીતેન્દ્રભાઇ ગંગલ તથા કોન્સ સંજયભાઇ જીવરાજભાઇ ઇટાળીયા વિ . સ્ટાફના માણસો આ કામગીરીમાં જોડાયા હતા.

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી