કાંઠાળ તેમજ ડુંગરાળ વિસ્તારોમાં રાની પશુઓની રંઝાડ વધી જવા પામી છે સિહોરના સણોસરા ગામની સીમ વિસ્તારમાં દીપડાએ રખડતા પશુનું મારણ કર્યું છે સિહોર શહેરના આજુબાજુ વિસ્તાર અને પંથકના કેટલાક ગામોમાં દીપડાના આંટા ફેરા અને મારણ કરવ॥ કોઈ નવા સમાચાર નથી અગાઉ તરથીીંગડા કરકોલીયા ધ્રપકા ભડલી સર કનાડ ગામના વિસ્તારોમાં દીપડાના સતત આંટાફેરા અને મારણની અનેક ઘટનાઓ બની છે જોકે છેલ્લા ઘણા સમયથી દીપડાને પાંજરે પૂરવાની માંગ ખેડૂતો અને અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ઉઠી છે જંગલોમાંથી હિંસક પશુઓ પોતાનો ખોરાક તેમજ પાણીની શોધખોળ કરતાં કરતાં ગામોમાં પણ આવી પહોંચતા હોય છે છેલ્લા દિવસોથી દીપડો સિહોરના સણોસરા આસપાસમાં દેખાઈ રહ્યો છે ગઈકાલે સિહોરના સણોસરા ગામે રખડતા પશઞનું મારાણ કર્યું છે સમગ્ર વિગતો આપતા કોંગ્રેસના નેતા ગોકુળભાઈ આલે શંખનાદ ટેલિફોનિક આપ્યા હતા અને જણાવ્યું હતું કે ગઈકાલે વધુ મારણની ઘટના બની છે પશુને ફાડી ખાધું છે અગાઉ પણ સણોસરા વિસ્તારમાં અનેક મારણની ઘટનાઓ બની ચુકી છે જેથી લોકોમાં ભય ફેલાયો છે અને દીપડાને પાંજરે પુરવા માટે લોકો પણ ઉગ્ર માંગ કરી રહ્યા છે દીપડો દેખાવાના કારણે આસપાસના ગામોમાંપણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.