જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ સેટ્ટી સાહેબ તથા માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.વી.કોડીયાતર સાહેબ દ્વારા ગુન્હા બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓની તટસ્થતા પુર્વક તપાસ કરી પ્રજાજનોને ન્યાય આપવા તેમજ પ્રજાલક્ષી કાર્યો કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક થાય તેવી કામગીરી કરવા સુચનો થઇ આવેલ ગત તા .૦૨ / ૦૮ / ૨૦૨૨ ના રોજ માંગરોળ પો.સ્ટે.ના પો હેડ કોન્સ એમ.આર.વાળા તથા પો કોન્સ . મહિપતસિંહ હરસુરભાઇ કાગડા નાઓ માંગરોળ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન માંગરોળ નવા બસ સ્ટેશન પાસેથી એક વિવો કંપનીનો બ્લ્યુ કલરનો સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન મળી આવેલ જેથી આ મોબાઇલ પોલીસ સ્ટેશન ખાતે લાવી પો સબ ઇન્સ . કે.વી.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી મોબાઇલના મુળ માલીક વાહીદભાઇ મેહબુબશા બાનવા જાતે - ફકીર રહે - માંગરોળ માત્રી પુલ પાસે વાળાનો કોન્ટેક કરી પુછ - પરછ કરતા જણાવેલ કે પોતાનો મોબાઇલ ફોન રીપેરીંગ કરાવી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં ક્યાંક પડી જતા ગુમ થયેલ હતો જે મોબાઇલ ફોન વાહીદભાઇ મેહબુબશા બાનવા જાતે - ફકીર રહે - માંગરોળ માત્રી પુલ પાસે વાળાનો હોવાનુ ખાત્રી કરી મુળ માલીકને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે સુત્ર સાર્થક કરેલ છે