આવતીકાલે 31 ડિસેમ્બર છે જેને લઇ ડીસા બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે થનગની રહ્યા છે જોકે નવા વર્ષની ઉજવણીના નામે કેટલાક લોકો દારૂનું સેવન કરતા હોય છે તો કેટલાક લોકો જે રાજ્યોમાં લીકરની છૂટ છે ત્યાં પહોંચી જતા હોય છે પરંતુ ડીસા શહેરમાં કોઈપણ લોકો દારૂ પીને વાહન ના ચલાવે અને. દારૂ નું સેવન ના કરે તેમજ દારૂનો જથ્થો શહેરમાં ન આવે તે માટે દક્ષિણ પોલીસની ટીમ દ્વારા શનિવારથી સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે
ડીસા ડીવાયએસપી ની સૂચનાથી શહેર દક્ષિણ પીઆઇ ના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમ દ્વારા શનિવાર અને રવિવારે સતત બે દિવસ 31 ડિસેમ્બરને લઈ ખાસ વાહન ચેકિંગ અને પ્રોહિબિશનની ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે ત્યારે શનિવારે ડીસા શહેરના રાજમંદિર સર્કલ રેલવે સ્ટેશન ચાર રસ્તા એસીડબલ્યુ હાઈસ્કૂલ ચાર રસ્તા સહિતના અન્ય મુખ્ય સર્કલ ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ દક્ષિણ પોલીસની હદમાં આવતા અન્ય વિસ્તારોમાં પણ ખાસ પેટ્રોલિંગ કરી દારૂનું સેવન કરતાં લોકો સામે કડક કાર્યવાહી માટે પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરાયું છે