બ્રેકીંગ ન્યૂઝ :
હિંમતનગરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તારીખ 28 જુલાઈ 22 ના રોજ સાબરડેરી ના 3 નવા પ્લાન્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનાં છે, જેને લઇ વિપક્ષ નેતા કમલેશભાઈ પટેલે પણ ગંભીર આક્ષેપ કર્યો છે, તેના અનુંસંધાન મોડી રાત્રે કોંગ્રેસ કાર્યકર્તા કુમાર ભાટ ને ઉઠાવી બી ડિવિઝન માં મુકવામાં આવેલ છે અને આજે વહેલી સવારે કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલને કોઈપણ કારણ વગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નઝર કેદ કરવામાં આવેલ છે,
પ્રાપ્ત સૂત્રોની માહિતી અનુસાર ભારતીય વડાપ્રધાન ના આ જાહેર કાર્યક્રમમાં કોઈ કોંગ્રેસી હસ્તક્ષેપ ના કરે તેની આગમચેતી રૂપે પગલું ભરવામાં આવ્યું છે,
મોદી સાહેબના ખાતમુહુર્ત નો પોગ્રામ પતી ગયા પછી છોડી દેવામાં આવશે તેવી માહિતી વિશ્વાસપાત્ર વર્તુળ દ્વારા જાણવા મળેલ છે.
રીપોર્ટર : વારિસ સૈયદ
હિંમતનગર.