કાલોલ: "આપ"નો ઝંઝાવાતી પ્રચાર દેલોલ અને રામનાથ ગામમાં ઘરે ઘરે ગેરંટી પત્રિકાનું વિતરણ...

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન લાવવા, મફત વિજળી, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ મેળવવા આમ આદમી પાર્ટીની સરકાર બનાવો અને તે આસાન છે માત્ર તમારી એક આંગળીથી બનાવી શકો છો: દિનેશ બારીઆ

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં એક નવા જોમ જુસ્સા અને આશાવાદ સાથે સરકાર બનાવવાના મક્કમ નિર્ધાર સાથે કાર્યકરો મેદાનમાં ઉતર્યા હોવાનું દેખાય છે. કોંગ્રેસ પ્રત્યે લોકોનો ભરોસો ઉઠી ગયો છે અને ભાજપના રાજમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર વઘ્યો છે ત્યારે લોકો આ બંને પક્ષોથી ખુબ નારાજ થયા છે આવા વાતાવરણમાં આમ આદમી પાર્ટી એક નવા વિકલ્પ તરીકે સામે આવતાં ગુજરાતની જનતા માં નવી આશા જગાવી છે અને લોકો તરફથી આમ આદમી પાર્ટીને આવકાર આપી રહ્યા છે તેવું પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ આજ રોજ અલવા ગામમાં જનસંવાદ કાર્યક્રમમાં જણાવ્યું હતું. કાલોલ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઝંઝાવાતી પ્રચાર શરું કર્યો હોવાનું જોવાય છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો કેવા કામો કરવામાં આવશે તે બાબતે અરવિંદ કેજરીવાલ દ્વારા વિવિધ ગેરંટીઓ આપવામાં આવી છે તેની પત્રિકાનું વિતરણ ગામે ગામ જઈને ઘરે ઘરે સુધી લોકોના હાથમાં પત્રિકા આપવામાં આવી રહી છે અને લોકોને સમજાવવામાં આવી રહ્યું છે. આજ રોજ પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆની આગેવાનીમાં અનેક કાર્યકરો દેલોલ અને રામનાથ ગામમાં ઘરે ઘરે જઈને લોકસંપર્ક કર્યો હતો અને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું