નવા ડીએસપી ડો.ગીરીશ પંડયાએ એલસીબીની રચના કરી હતી. ગુરૂવારે એસઓજી, પેરોલ ફર્લો ટીમના નામ જાહેર કર્યા હતા. પેરોલ ફર્લોમાં સવજીભાઇ દાફડા, શકિતસિંહ ચૌહાણ, નરેશભાઇ મકવાણા, બળદેવભાઇ ઝાલા, દેવરાજભાઇ જોગરાજીયા, હરદિપસિંહ ઝાલા, ભુમીબેન રાઠોડ અને ધવલભાઇ પટેલને નિમણુંક અપાઈ છે. એસઓજીની ટીમ માટે પ્રવિણભાઇ આલ, મુન્નાભાઇ રાઠોડ, ચેહરભાઇ ઝીઝુવાડીયા, મહાવીરસિંહ રાઠોડ, અનિરૂધ્ધસિંહ ઝાલા અને રવીરાજભાઇ ખાચરની નિમણુંક કરાઈ છે. જ્યારે નરપતસિંહ ઝાલા, ભગીરથસિંહ ઝાલા, નિર્મળસિંહ પરમારના મિસીંગ સ્કવોડમાં ઓર્ડર કરાયા છે.જયારે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડાએ 8 પોલીસકર્મીઓની પણ આંતરિક બદલીના આદેશ આપ્યા હતા. જેમાં વહીવટી સરળતા ખાતર વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 8 પોલીસ કર્મીઓને પેરોલ ફર્લો સ્કવોર્ડમાં હાજર થવા ઓર્ડર આપ્યો હતો.જેમાં સીટી એ ડીવીઝનના સવજીભાઇ વાલાભાઇ દાફડા, સીટી બી ડીવીઝન માંથી શક્તિસિંહ જોરૂભા ચૌહાણ, નાની મોલડીમાં ફરજ બજાવતા નરેશભાઇ સુરાભાઇ મકવાણા , ધ્રાંગધ્રા તાલુકા માંથી બળવંતભાઇ મોહનભાઇ ઝાલા, સાયલાથી દેવરાજભાઇ મગનભાઇ જોગરાજીયા, ધ્રાંગધ્રા સીટીમાંથી હરદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા, લખતરથી ભૂમિબેન નવનીત કુમાર રાઠોડ, વઢવાણ પોલીસ સ્ટેશનથી ધવલભાઇ પટેલ આ તમામ પોલીસ કર્મચારીઓને હવેથી પેરોલ ફર્લો સ્કવોર્ડમાં ફરજ બજાવવા જિલ્લા પોલીસ વડા દ્વારા હુકમ કરાયો હતો.