મહુવા તાલુકાના ડોળીયા ગામેથી 5 ઈસમને જુગાર રમતા પોલીસે ઝડપી લીધા.
મહુવા પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન માઢિયા ગામ પાસે આવતા બાતમી રાહે હકીકત મળી કે અહીં નજીક ડોળીયા ગામે વાડી વિસ્તારમાં અમુક માણસો હારજીતનો તીન પત્તી જુગાર રમે છે.
જે મુજબ બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા જાહેર ખુલ્લી જગ્યાએ ગોળ કુંડાળું વળી પૈસા પાના વડે તીનપત્તિનો હારજીતનો જુગાર રમતા 5 ઈસમ મળી આવતા તમામ ઈસમ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ
ધરવામાં આવી હતી.