તા .૨૫ / ૦૮ / ૨૦૨૨ શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી તથા શ્રી કેજે ચૌધરી સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા રાજય / જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ / ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી પી.બી.લક્કડ સાહેબ પો.સબ.ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા લીલીયા પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૩૧ / ૨૦૧૪ IPC ક.૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ .૧૮ મુજબના કામે સગીરવયની બાળાના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનાર રાજચરાડી ગામની સીમ તા.ધાગંધ્રા જી.સુરેન્દ્રનગર થી તા .૨૫ / ૦૮ / ૨૦૨૨ ના રોજ ચોક્કસ બાતમી આધારે પકડી પાડેલ . પકડાયેલ આરોપી : રાજુભાઇ પોપટભાઇ કાજાણી ( ઠાકોર ) ઉ.વ .૩૯ રહે - મીઠાગોઢા તા.દસાડા જી.સુરેન્દ્રનગર હાલ - રાજયરાડી તા.ધાગંધ્રા જી.સુરેન્દ્રનગર ગુન્હાની વિગત આ કામે મજકુર આરોપીએ આશરે આઠેક વર્ષ પહેલા આ કામના ભોગબનનાર સર્ગીરવયની બાળાને બદઇરાદે અપહરણ કરી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ગુન્હો આચરેલ અને આજદિન સુધી આરોપી ફરાર રહેલ .આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક , શ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક , અમરેલી શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી , લક્કડ પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી એ રીતેના જોડાયેલ હતા .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી