ગોધરા : આશા ફેસિલેટર અને આશા વર્કર બહેનોના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપ્યું.!!ગોધરા કલેકટરાય કચેરી ખાતે ગુજરાત લોકજનશક્તિ પાર્ટી દ્વારા આશા ફેસિલેટર અને આશા વર્કર બહેનોના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપ્યું.!! પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતી આરોગ્ય વિભાગની આશા ફેસીલીટેટર અને આશા વર્કર બહેનોના પડતર પ્રશ્નોને લઈ આજરોજ પ્રમુખ લેબર સેલ ગુજરાત લોક જનશક્તિ પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. આશા ફેસીલીટેટર અને આશા વર્કર બહેનોને વિવિધ માંગણીઓ માં ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લાઓમાં ૧૧ માસના કરારથી ૧૦ આશા વર્કર દીઠ એક ફેસીલીટેટર કામ કરે છે અને સમગ્ર ગુજરાતમાં લોકોની આરોગ્ય સુખાકારી સારી નીવડે તે હેતુથી આશા ફેસીલીટેટર અને આશા વર્કર બહેનો કામગીરી કરી રહ્યા છે.જેમાં પોલિયો સહિત કોરોના મહામારીમાં પણ સારી કામગીરી કરી છે ત્યારે હાલમાં કમરતોડ મોંઘવારીમાં પોતાના ઘરનું કઈ રીતે ભરણપોષણ કરવું કેમ કે આશા ફેસીલીટેટરને દિવસના ₹ ૩૦૦ લેખે ૨૦ દિવસના ₹ ૬૦૦૦/- ચૂકવવામાં આવે છે ત્યારે તેઓના પગારમાં ૨૬ દિવસની નોકરી ગણવા સાથે જાહેર રજાના લાભ આપી ₹ ૨૦,૦૦૦/- વધારો કરવામાં આવે તેમજ હાલ મળતા માનદ વેતન રદ્દ કરી તેઓને મળતા લાભો તેમજ ઈ.પી એફ., વીમો, બોનસ તેમજ પેન્શન સહિતના લાભો આપવા આવે તેમજ આશા વર્કર બહેનોને માનદ વેતન તરીકે ₹ ૨૦૦૦ ચુકવવામાં આવે છે તે ગુજરાત સરકારના નાણાં વિભાગ તા.૧૬/૦૭/૨૦૧૯ ના ઠરાવ મુજબ હાલનું માનદ વેતન રદ્દ કરી ₹ ૧૪,૮૦૦/- ફિક્સ પગાર કરી ૨૬ દિવસની નોકરી ગણીને જરૂરી લાભ સાથે કાયમી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતી આરોગ્ય વિભાગની આશા ફેસીલીટેટર અને આશા વર્કર બહેનોના પડતર પ્રશ્નોને લઈ પ્રમુખ લેબર સેલ ગુજરાત લોક જન શક્તિ પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે ૧૧ માસના કરાર આધારીત બહેનોના પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેવા બહેનોને કાયમી કરવા, આશા ફેસીલીટેટર બહેનોને ખાલી પડેલ જગ્યાએ સિનિયોરિટીના ધોરણે પ્રમોશન કરી ભરતી કરવામાં આવે, સરકાર દ્વારા વર્ગ-૪ ના કર્મચારીઓ જેવા કે આશા ફેસીલીટેટર અને આશા વર્કર બહેનોને વર્ગ -૪ કર્મચારી ગણી કાયમી કરવા, પગાર સ્લીપ આઈકાર્ડ, વીમો મોંઘવારી ભથ્થા, પેન્શન યોજનાના લાભ વગેરેની માંગણીઓ કરવામાં આવી હતી. જો આ માંગણીઓ દસ દિવસમાં સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. જિલ્લામાં ફરજ બજાવતી આરોગ્ય વિભાગની આશા ફેસીલીટેટર અને આશા વર્કર બહેનોના પડતર પ્રશ્નોની માંગણીઓ દસ દિવસમાં સ્વીકારવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી કામગીરીનો બહિષ્કાર કરી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.